ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે 17 કિલોમીટર દુર ટીંબડી ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 યુ. 1827 નંબરના એક ઓટો રીક્ષાના ચાલક નવસાદઅલી આદમભાઈ ફકીર (રહે. વાડીનાર) એ પોતાની રીક્ષાને પલટી ખવડાવી, આ રિક્ષામાં જઈ રહેલા હલીમાબેન અલીભાઈ સંઘાર નામના 55 વર્ષના મહિલાને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત રીક્ષામાં જઈ રહેલા અન્ય મુસાફરો મરીયમબેન કાસમભાઈ સંઘાર અને રોશનબેન ફકીરમામદ સુંભણીયાને પણ ઇજાઓ થવા પામી હતી. આ અકસ્માત સંદર્ભે મૃતક મહિલાના પુત્ર આરીફભાઈ અલીભાઈ સંઘારની (રહે. ફકીર પાડો, ખંભાળિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રીક્ષાના ચાલક નવસાદઅલી ફકીર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વીજશોક લાગતા ભાડથરના યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા સુરાભાઈ સામરાભાઈ રૂડાચ નામના 45 વર્ષના ગઢવી યુવાન લાલુકા ગામના પાટીયા પાસે એક આસામીની વાડીમાં થયેલા વીજ ફોલ્ટને રિપેર કરી રહ્યા હતા. ત્યારે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાંથી વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દેવુભાઈ જેઠાભાઈ રૂડાચ (ઉ.વ. 41, રહે. માળી) એ અહીંની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાજપના નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે કોંગ્રેસે પ્રાર્થના કરી
May 21, 2025 03:22 PMસિહોર તેમજ ઉમરાળા, વલ્લભીપુર પંથકમાં હળવા ભારે ઝાપટા વરસ્યા
May 21, 2025 03:19 PMમંજૂરી વગર બંધાયેલા મકાનોને કાયદેસરતા અપાશે: આવતીકાલથી કાયદાની અમલવારી
May 21, 2025 03:19 PMસિહોર શહેરમાં વેવાઈ-વેલા બાખડતા મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો
May 21, 2025 03:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech