શારદામઠના શંકરાચાર્યજી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું નિવેદન: મુસ્લિમ દેશોમાં પણ વકફ બોર્ડ નથી: ડો.બાબાસાહેબ આંબેડકરના બંધારણમાં પણ વકફ બોર્ડની કોઇ જોગવાઇ નથી
વકફ બોર્ડ અંગે હાલ દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યજી પૂ.શ્રી સદાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, વકફ બોર્ડે ગરીબ મુસ્લિમોના વિકાસ માટે અત્યાર સુધી શું કર્યુ છે ? ખુદ મુસ્લિમોએ આ અંગે સવાલ પૂછવા જોઇએ, એટલું જ નહીં મુસ્લિમ દેશોમાં પણ આ પ્રકારના વકફ બોર્ડ નથી, ડો.બાબાસાહેબ આંબેડકરના બંધારણમાં પણ વકફ બોર્ડની કોઇ જોગવાઇ નથી ત્યારે આ અંગે વિચારવું જોઇએ.
પૂ.શંકરાચાર્યજીએ વધુમાં જણાવ્યું હતું કે, વકફ બોર્ડે આટલા વર્ષમાં મુસ્લિમોના વિકાસ માટે શું કર્યુ ? તેનો જવાબ સૌ કોઇએ માંગવો જોઇએ, જો ૮.૭ લાખ સંપતિ ધરાવતું વકફ બોર્ડ હોય તો પણ મુસ્લિમ આટલો ગરીબ હોય તો મુસલમાનોએ પોતે જ આ અંગે સવાલ કરવા જોઇએ કે બોર્ડે તેના માટે શું કર્યુ...?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વકફ કોઇ ધાર્મિક અધિકાર તો છે જ નહીં તેથી તેમની કોઇ બાબતમાં દરમ્યાનગીરી ન કરી શકાય, ચેરીટી કમિશ્નરના નેજા હેઠળ આવતું આ બોર્ડ જ કહી શકાય, આમ જે રીતે ટ્રસ્ટનો વહિવટ થાય છે તે રીતે આ પ્રકારના બોર્ડનો વહિવટ થતો હોય છે. આ પ્રકારના અલગ કાયદાઓ અને જોગવાઇ શું કામ લાવવામાં આવી તે સમજી શકાય છે.
પૂ.શંકરાચાર્યજીએ કહ્યું હતું કે, આઝાદીના ૭૧ વર્ષ પછી પણ મુસ્લિમોની સ્થિતિ હજુ બહુ સુધરી નથી, આ સંજોગોમાં વકફ બોર્ડે એક પણ સ્કુલ કે હોસ્૫િટલ ખોલી છે...? તો પછી આટલી બધી સંપતિનો શું અર્થ...? મુસ્લિમોએ તો કયારેય વકફ બોર્ડની માંગણી કરી નથી, કોઇપણ રીતે સરકાર ખુશ કરવા માટે આવા તઘલખી નિર્ણ્યો અને અનાવાશ્યક નિર્ણય બોર્ડ શું કામ લાવે છે...? તે કદાચ મુસ્લિમોને પણ સમજાતું નહીં હોય. સરકાર અમારા માટે જે મુળભુત બાબત છે તે શિક્ષણ આપે છે, પરંતુ શું સરકાર મુસ્લિમ વિસ્તારોમાં તેમની વધતી જતી સંખ્યા મુજબ સરકારી શાળા ખોલે છે...? એક શહેરીજન તરીકે તેમને ગટર, વિજ જોડાણ, પાણી જોડાણ પુરા પાડે છે ત્યારે બિનજરુરી કોમી વયમનસ્ય પેદા ન કરવું જોઇએ તેમ અંતમાં જણાવ્યું હતું.