બરડા પંથકની જીવાદોરી સમાન વર્તુ-બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ખેડુતોને સિંચાઈ માટે લાભ થશે.
સિંચાઈ માટે પાણી છોડવાની ખેડુતો તરફથી મળેલી રજુઆતોને ધ્યાને લઈને આજે બરડા પંથકની જીવાદોરી સમાન વર્તુ-૨ ડેમ માંથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પાણી છોડવામાં આવ્યું છે.આ પાણી છોડવાના કારણે જમણાકાંઠાની કેનાલથી ભુમિયાદર, સોઢાણા, શિંગડા, ફટાણા ઉપરાંત ડાબા કાંઠાની કેનાલથી પારાવાડા, કુણવદર, ખાંભોદર, મોરાણા સહિતના ગામોના ખેડુતોને સિંચાઈનો લાભ મળશે.વર્તુ નદીના કાંઠા વિસ્તારમાં રહેતા ખેડુતો દ્વારા ઉનાળુ પાકમાં સિંચાઈ માટે પાણીની જરૂરીયાત હોવાથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પુર્વ સિંચાઈ મંત્રી બાબુભાઈ બોખીરીયા સમક્ષ રજુઆત કરીને પાણી છોડવા માટે માંગ કરવામાં આવી હતી.ભેટકડી, ગોરાણા, શીંગડા અને જામ રાવલના ખેડુતો દ્વારા પણ વર્તુ નદીના કાંઠા વિસ્તારના ખેડુતો માટે વર્તુ-૨ ડેમમાંથી પાણી છોડવાની માંગણી કરવામાં આવી હતી.જેને ધ્યાને લઈને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું આ બાબતે ધ્યાન દોર્યુ હતું. જેના પગલે સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓને તત્કાલ પાણી છોડવા સુચના આપી હતી. જેના અનુસંધાને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સ્થાનિક આગેવાનોની હાજરીમાં વર્તુ-૨ ડેમમાંથી પાણી છોડવાનો પ્રારંભ કરાવતા ખેડુતોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા, તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા, પુર્વ તાલુકા પ્રમુખ નિર્મલજીભાઈ ઓડેદરા, ભાજપના અગ્રણી સામતભાઈ ઓડેદરા ઉપરાંત આ વિસ્તાના ગામોના સરપંચો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech