પશ્ચિમ રાજકોટના પાંચ વોર્ડમાં કાલે પાણીકાપ, જુઓ તમામ વિસ્તારના નામ જ્યાં પાણી નહીં મળે

  • April 07, 2025 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ઉનાળામાં પાણીકપ મુકવો ન પડે અને રાબેતા મુજબ દરરોજ પુરી ૨૦ મિનિટ પાણી વિતરણ થઇ શકે તે માટે રાજ્ય સરકારે સૌની યોજના હેઠળ પૂરતું નર્મદાનીર આપીને આજી અને ન્યારી ડેમ ભરી દીધા હોવા છતાં સ્થાનિક મહાપાલિકા તંત્રની સંચાલકીય અણ આવડતને કારણે આવતીકાલે પશ્ચિમ રાજકોટના પાંચ વોર્ડમાં એકદિવસીય પાણીકાપ ઝીંકાયો છે.

વિશેષમાં મહાપાલિકાની વોટર વર્કસ બ્રાન્ચના સિટી એન્જીનિયરે જણાવ્યું હતું કે પ્રિ-મોનસુન કામગીરી હેઠળ વેસ્ટ ઝોન હસ્તકના મવડી (પુનીતનગર) પમ્પીંગ સ્ટેશન ઉપર સમ્પ સફાઈની કામગીરી હાથ ધરવાની હોવાથી કાલે તા.૮ને મંગળવારે મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવતા વોર્ડ નં.૮ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧૧ (પાર્ટ), ૧૨ (પાર્ટ), ૧૩ (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

વોર્ડ નં.૮માં મવડી (પુનીતનગર) હેડવર્કસને લાગુ વિસ્‍તાર

રામધામ, ન્‍યુ કોલેજવાડી, નવજયોત પાર્ક, જાગનાથ પ્‍લોટ, સાંઇ નગર, બ્રહ્મકુંજ સોસાયટી, ગુલાબ વિહાર સોસાયટી, ચંદ્ર પાર્ક સોસાયટી, ગુરૂદેવ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.

વોર્ડ નં.૧૦માં જય પાર્ક, સ્‍વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસાયટી, મારૂતિ સોસાયટી, અલય પાર્ક-૧, સત્‍યમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્‍ટિ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.

વોર્ડ નં.૧૧માં ગોવિંદ રત્ન બંગલો, અર્જુન પાર્ક, આવાસ, સરદાર પટેલ, બેકબોન, વલ્લભ વિધાનગર, આર.જે. બગલો, ગોવિંદ રત્ન, નવું-જુનું ઓમનગર, નુતન આદિવાસી સોસા., મવડી ગામ (પાર્ટ) પ્રગટેશ્વર વ્રજ ભૂમિ.ભવનાથ પાર્ક, પ્રણામી પાર્ક, પ્રજાપતિ સોસાયટી, પ્રિયદર્શની સોસાયટી, ગીરનાર મજુર કોલોની, રાજદિપ સોસાયટી, અર્જુન પાર્ક આવાસ યોજના, સાગર ચોક આવાસ યોજના, કલ્‍યાણ પાર્ક, રામ પાર્ક (નાનામવા), રામ પાર્ક (મવડી), શાસ્‍ત્રીનગર અજમેરા, અલય પાર્ક-(એ) અને (બી), તિરૂપતિ પાર્ક, ગોવિંદ પાર્ક, સિલ્‍વર ગોલ્‍ડ સોસા., જમુના હેરીટેજ, જમના હેરીટેજ સોસા. તથા મેઇન રોડ, ગ્રીન પાર્ક, સોરઠીયા પાર્ક, લાભદિપ સોસા., શ્રીહરિ સોસા., મુરલીધર સોસા., રાધે શ્‍યામ સોસા., શિવમ પાર્ક, ગ્રીન સીટી, કૈલાશ પાર્ક, એન્‍જલ પાર્ક, અવધ પાર્ક, મધુવન-(૧) અને (ર), કાવેરી પાર્ક, બીડીપતી સોસા., તુલશી પાર્ક, આલાપ રોયલ પાર્ક, અવધ રેસી., અવધ ફલેટસ, કે.ડી.પાર્ક, જયનારાયણ પાર્ક, ભોજલરામ સોસા., ક્રિષ્‍ના પાર્ક-૧૫૦ ફુટ રીંગ રોડ, ક્રિષ્‍ના પાર્ક-મવડી, બંશી પાર્ક, કિશાન પાર્ક, પરમેશ્વર સોસા., ભકિતધામ સોસા., પંચશીલ સોસા., મવડી ગામ તળ, અંબિકા ટાઉનશીપ પાર્ટ (કસ્‍તુરી રેસી., કસ્‍તુરી એવીઅરી, સહજાનંદ પાર્ક-(૧), જય પાર્ક, ધ કોર્ટયાર્ડ, આદર્શ ફલેટસ) સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.

વોર્ડ નં.૧૨માં ગીરનાર સોસા, વિનાયક નગર, શ્રીનાથજી સોસા., ઉદય નગર (પાર્ટ), ગોપાલપાર્ક, અંકુર નગર, કડિયા નગર, વિષ્ણુ નગર, જલાજિત સોસા., સાઈ સોસા., જલારામ મધુરમ સોસા., ગોકુલ ધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભરત નગર, પુનિત નગર, કર્મચારી સોસા., આંગન પાર્ક, સીતારામ પાર્ક, અમિધન પાર્ક, સતનામ સોસા., ખોડીયાર નગર, વૃંદાવન પાર્ક, વૃંદાવન સોસા., ઇગલ રેસી. સુખ-સાગર સોસા., માધવ પાર્ક, માધવ વાટિકા, અવધ, સરસ્વતી, પ્રમુખનગર, હિમાલય પાર્ક, જશરાજ નગર, બાલાજી પાર્ક, બજરંગ સોસા., અમૃત વાટિકા લક્ષમન જૂલા, આસ્તા રેસી. ભવાની નગર, સમૃદ્ધિ પાર્ક, ચામુંડા નગર, ગુંજન ટાઉ., રોયલ પાર્ક, જાનકી પાર્ક, કે.એક.રેસી. શિવ ધારા સોસા., સન સિટી, ગોવિંદ રત્ન, શ્યામ વાટિકા, માધવ આર્યમાન સોસા., શિવધામ સોસા., કે.કે.પાર્ક, ગૂરૂદેવ પાર્ક, જે.કે.પાર્ક, રંગોલી, બેંગલોર, પટેલ નગર, સંસ્કાર ધંજય શનેશ્વર, ગોવિંદ આદર્શ, ગ્રીન સિટી, ત્રિમૂર્તિ શિવધારા, ગૂરૂદેવ તિરૂપતિનગર ,પુનીતનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સતનામ કર્મચારી સોસા., નંદનવન ૪૦ ફુટ રોડને લાગુ સોસાયટીઓ, મવડી, શ્રીનાથજી, અંકુરનગર મેઇન રોડ, ગોકુલધામ મેઇન રોડ, જલજીત મેઇન રોડ, રાધે હોટલ મેઇન રોડ, આકાશદિપ સોસા., ગોકુલધામ, દ્વારકાધીશ સોસા., વિનાયક સોસા., ગીરનાર સોસા., જે.કે.પાર્ક, રાણી પાર્ક, પટેલ પાર્ક, શકિતનગર, જશરાજનગર, મીત હાઇટસ, ગોવિંદરત્‍ન સોસા., આસ્‍થા સોસા., આર્યમાન સોસા., વિગેરે મવડી પોકેટને લાગુ વિસ્‍તારોમાં પાણી નહીં મળે.વોર્ડ નં.૧૩માં આંબેડકર નગર (પાર્ટ), ખોડીયાર નગર (પાર્ટ), વિશ્વકર્મા સોસાયટી, ગોકુલ નગર (પાર્ટ) સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application