વિધાનસભાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત: બુધવારે મતદાન થશે

  • November 11, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી તારીખ 13 મી નવેમ્બરે યોજાનાર છે જેને લઇને ભાજપ કોંગ્રેસ અપક્ષ ઉમેદવાર વચ્ચેથી જંગ ખેલાનાર છે આજે સાંજે 5:00 વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો છેલ્લ ી ઘડીના પ્રયાસો કરે છે અને મતદારોને મતદાન મથક સુધી લાવવા કમર કસી રહ્યા છે
વાવ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે ભાજપની પકડ મજબૂત બની છે પરંતુ બનાસકાંઠામાં આઠમાંથી ચાર બેઠકો કોંગ્રેસ જીતી હતી પરંતુ લોકસભાની એક બેઠક બનાસકાંઠાની ભાજપ ગુમાવી દેતા વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવી પડી છે.
લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો વિજય થતા વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી છે ભાજપ દ્વારા બનાસકાંઠા જિલ્લ ામાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે એડી ચોટીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો કોંગ્રેસ પોતાની સીટને જાળવી રાખવા મરણિયા પ્રયાસો કરી રહી છે તો તેની સામે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર માવજીભાઈ પટેલ ઠેર ઠેર શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે પરિણામે ભાજપ અને કોંગ્રેસ બંનેની ઊંઘ હરામ થઈ ગઈ છે.આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થતા ની સાથે જ બહારથી આવેલા તમામ નેતાઓએ વાવ વિધાનસભા ક્ષેત્ર છોડી દેવું ઙ્કડયું છે.પરંતુ લોકસભાની એક બેઠક બનાસકાંઠાની ભાજપ ગુમાવી દેતા વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવી પડી છે.
લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો વિજય થતા વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી છે ભાજપ દ્રારા બનાસકાંઠા જિલ્લ ામાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે એડી ચોટીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો કોંગ્રેસ પોતાની સીટને જાળવી રાખવા મરણિયા પ્રયાસો કરી રહી છે તો તેની સામે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર માવજીભાઈ પટેલ ઠેર ઠેર શકિત પ્રદર્શન કરી રહ્યા છે પરિણામે ભાજપ અને કોંગ્રેસ બંનેની ઐંઘ હરામ થઈ ગઈ છે.આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થતા ની સાથે જ બહારથી આવેલા તમામ નેતાઓએ વાવ વિધાનસભા ક્ષેત્ર છોડી દેવું પડયું છે


ઠાકોર સમાજના 27.4 ટકા મત નિર્ણયાક
વાવ વિધાનસભાની બેઠક કોંગ્રેસના વર્ચસ્વવાળી બેઠક છે જેમાં કુલ 3,10,681 મતદારો છે એક અંદાજ પ્રમાણે ઠાકોર સમાજના 27.4 ટકા ચૌધરી પટેલના 16.3 ટકા દલિતના 11. ટકા બ્રાહ્મણોના 9.1ટકા અને રબારીના 9.1 ટકા મતદારો છે. સૌથી વધુ ઠાકોરોના મતને ધ્યાનમાં રાખીને આ બેઠક માટે ઠાકોરોના મત નિણર્યિક સાબિત થઈ શકે છે.
-વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે મતદાન થશે. તા.23 નવેમ્બર મત ગણતરી
-વાવ વિધાનસભા બેઠક પર નજર કરીએ તો વાવ બેઠક પર કુલ 3 લાખ 10 હજાર 681 મતદારો છે. જેમાંથી 1 લાખ 61 હજાર 293 પુરુષ મતદારો છે
1 લાખ 49 હજાર 387 મહિલા મતદારો છે.
-321 મતદાન મથકો પર કુલ 1 હજાર 412 અધિકારીઓ ચૂંટણી ફરજ પર રહેશે.
રવાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાયર્િ છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાયર્િ હતા. અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ઉભા રહેતા ત્રિ પાખિયો જંગ છે.
-સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાં સ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15, 601 મતથી હાયર્િ હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application