લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી આગામી તારીખ ૭ મેના રોજ ઈવીએમથી યોજનારી છે પરંતુ બેલેટથી મતદાનની પ્રક્રિયા આજથી શ થઈ ગઈ છે. રાજકોટ સહિત રાયની અન્ય તમામ બેઠકોમાં ચૂંટણી કામગીરી સાથે રોકાયેલા હજારો અધિકારીઓ અને કર્મચારીઓએ આજે પોસ્ટલ બેલેટથી મતદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાજકોટમાં આજે ૬૮ પૂર્વ વિધાનસભા બેઠકના તાલીમ સ્ટાફ માટે ભાવનગર રોડ પર સરકારી પોલીટેકનિક કોલેજમાં તાલીમ અને મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે ખાસ પોલિંગ સ્ટેશન ઊભું કરી અને મત કુટીર બનાવી મતદાન કરવામાં આવ્યું હતું. તાલીમના સવારના સત્રમાં ૧૧૦ અને બપોરના સત્રમાં ૩૭૫ વ્યકિતઓને મત પત્રકો આપવામાં આવ્યા હતા અને તેમણે પોતાનો મત અધિકાર ભોગવ્યો હતો. રાજકોટમાં ભાજપના પરસોતમ પાલા અને કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી સહિત નવ ઉમેદવાર વચ્ચે ચૂંટણી ખેલાઈ રહ્યો છે. ધાનાણી પાલા સહિતના ઉમેદવારોના ભાવિ ૬૮ રાજકોટ વિધાનસભા મત વિસ્તારના સરકારી કર્મચારીઓએ આજે મત પેટીમાં સીલ કરી દીધા છે.
કાલે રવિવારની રજા છે અને સોમવાર, મંગળ અને બુધ તેમ ત્રણ દિવસ માટે તારીખ ૨૯ –૩૦ એપ્રિલ અને તા. ૧ મેના રોજ યાં પણ તાલીમ થવાની છે તે જગ્યાએ મતપત્રકથી મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે. ૭૧ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી સ્ટાફનું પોલિંગ તારીખ ૨૯ –૩૦ એપ્રિલ અને તારીખ ૧ મેના રોજ યોજાશે. ૭૦ રાજકોટ દક્ષિણના ચૂંટણી સ્ટાફ માટેનું મતદાન પીડી માલવીયા કોલેજમાં તારીખ ૨૯ અને ૩૦ એપ્રિલના થશે અને ૬૯ રાજકોટ પશ્ચિમના સ્ટાફનું મતદાન વિરાણી હાઇસ્કુલમાં તારીખ ૨૯ અને ૩૦ ના રોજ કરવામાં આવશે.
ચૂંટણી સ્ટાફ ઉપરાંત પોલીસ એસઆરપીના જવાનો વગેરે માટેનું મતદાન તારીખ ૨૯ અને ૩૦ ના રોજ જૂની કલેકટર કચેરી ખાતે પ્રાંત એકની કચેરીમાં રાખવામાં આવ્યું છે.રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ્ર વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી સ્ટાફનું મતદાન આરઓ પટેલ વિમેન્સ બીએડ કોલેજ ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે. યારે વાંકાનેરના અધિકારીઓ અને કર્મચારીઓ માટેનું મતદાન અમરસિંહજી હાઇસ્કુલ માં રાખવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech