વિસાવદર બેઠકમાં ચમરબંધીને ભોં ભેગા કરી દેવા મતદારો અચકાતા નથી

  • March 31, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણી હાલ રાજય સ્તરે ભારે ચર્ચાનો વિષય બનેલ છે.૯૭% કરતા વધુ ગ્રામીણ ખેડુતો અને લેઉવા પટેલ પ્રભુત્વવાળી આ વિધાનસભા સીટમાં ડ વર્ગની નાની નગરપાલીકા એકમાત્ર વિસાવદર શહેર છે. બાકી તમામ ગ્રામ પંચાયતના એટલે કે સેટઅપની નેતાગીરીવાળા મતદારો છે.૧૯૯૫ માં કેશુભાઈ પટેલ પ્રથમ વખત મુખ્યમંત્રીના દાવેદાર તરીકે ચુંટણી લડવા આવ્યા ત્યારથી આ સીટ હાઈપ્રોફાઈલ સીટ થઈ ગયેલ છે. આ સીટમાં કેસુભાઈ પટેલ ૧૯૯૫થી ૯૮ તેમજ ૨૦૧૨માં મ.જ.પા.માંથી એમ ત્રણ વખત ચુંટણી જીતેલ બીજા કુરજીભાઈ ભેંસાણીયા ૧૯૬૭માં સ્વતત્રં પક્ષ ૧૯૭૫માં કીમલોપ અને ૧૯૯૦માં જનતાદળ ગુજરાતમાંથી ચુંટણી જીતેલ આ બંને ઉમેદવારોથી વધુ ત્રણ વખત આ વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરેલ.
આ વિધાનસભાના પ્રથમ ધારાસભ્ય મદીનાબેન અકબરભાઈ નાગોરી–શાપુર, રામજીભાઈ કરકર એડવોકેટ હતા તેમજ સરકારમાં ઉધોગ, ખાણ, ખનીજ, સહકાર અને વીજળી જેવા ખાતા ધરાવતા હતા. સરકારના મહત્વના ખાતા બાદ તુરત જ રામજીભાઈ કરકરે વકીલાત ચાલુ કરી દીધેલ અને બાહોશ સીવીલ સાઈડના વકીલ તરીકે નામના મેળવેલ અને જાહેર જીનવમાં ખટપટ અને હત્પંસાતુસી ઉભી થતાં રાજકારણ છોડી દીધેલ અને આજીવન ખાદીધારી રહેલ. ત્યારબાદ કુરજીભાઈ ભેંસાણીયા સંસદીય સચિવ અને કેશુભાઈ પટેલ ૧૯૯૫–૯૮માં મુખ્યમંત્રી બનેલ અને બાદમાં કનુભાઈ ભાલાળાએ જળસંપતિ વિભાગનો રાજયકક્ષાનો કારોભાર સંભાળેલ હતો.
૧૯૯૮માં ભાજપમાંથી ચુંટાયા બાદ ગુજરાતમાં મોદીનો ઉદય તેમજ જુના ભાજ૫ના આગેવાનોની અવગણનાને હીસાબે કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી (જી.પી.પી.) બનાવેલ અને ૨૦૧૨માં આ વિધાનસભા ચુંટણી જીતેલ ત્યારબાદ આ વિધાનસભાની ચુંટણીમાં મતદારો ઉમેદવારોને વફાદાર રહયા પણ મોટાભાગનાએ પક્ષાંતરનો આશરો લીધો.
હર્ષદ રીબડીયા કોંગ્રેસમાંથી ભાજ૫, ભુપતભાઈ ભાયાણી આપ માંથી ભાજપ આ વિસ્તારના મતદારોની કઠણાઈ ચુંટાયેલા પ્રતિનિધીઓ કરતા આ વિસ્તારનો મતદાર ભારે પરિપકવ થઈ ગયેલ અને પક્ષાંતર કરનારને બીજી ચુંટણીમાં ઘરભેગા કર્યાનો ઈતિહાસ છે.આ મતદારોને સીનસપાટા કે પૈસાની રેલમછેલ સાથે કોઈ જ લેવા દેવા નથી.આ વિધાનસભામાં પક્ષપલટો કરનાર કે હારનાર બીજી વખત ચુંટણી જીત્યા નથી તેવો પણ ઈતિહાસ છે.
કોંગ્રેસ પાસે ઉમેદવાર અને નાણા નથી તેવી ચર્ચા છે. ગોપાલ ઈટાલીયા ભારે જોશ અને જુસ્સાથી મેદાનમાં આવેલ જે ભાજ૫પણ ઉમેદવાર સંદર્ભે ભારે વિમાસણમાં છે.નવો ચહેરો ઉતારવો કે જુના જોગી ઓલ્ડ ઈઝ ગોલ્ડ ૧૯૯૦ થી આ સીટની નાડ પારખનાર અને રાષ્ટ્ર્રીય અને રાય સ્તરે પંચાયતી રાજ ઉપરની મજબુત પકડ ધરાવતા અને બીન વિવાદાસ્પદ એવા જીલ્લ ા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન ભરત ગાજીપરાને મેદાનમાં ઉતારવા કે નહીં એ અંગે વિમાસણમાં છે.ભરત ગાજીપરા સરકાર કે સ્થાનિક વિવાદમાં કયારેય આવેલ નથી તેમજ પ્રથમ ધારાસભ્ય મદીનાબેન અકબર થી છેલ્લ ા ભુપત ભાયાણી સુધી તમામ સાથે જાહેર જીવનમાં કામ કરેલ છે.ભાજપ બહારના ઉમેદવાર અને મોટા ગજાના મહિલા આગેવાન પૂર્વ મંત્રી જશુબેન કોરાટ જે આ વિધાનસભાના વડાલ ગામના છે તેને મેદાનમાં ઉતારે તેવી શકયતા પણ છે.
હાઈપ્રોફાઈલ સીટમાં મતદારો અકળ છે અને ગમે તેવા ચમરબંધીને ભોં ભેગો કરી દેવા અચકાતા નથી. સ્વ.કેશુભાઈ પટેલ આ સીટ ખાલી કરતા તેના સુપુત્ર ભરત પટેલને ૨૦૧૪ની સંસદ અને વિધાનસભાની ચુંટણી સાથે હતી તેમાં ૧૫ હજારથી વધુ મતે હરાવેલ અને આજ વિધાનસભામાં ભાજપના રાજેશ ચુડાસમાને ૧૭ હજાર મતથી ભાજપમાંથી લીડ મળેલ. આમ, ગ્રામીણ પરિપકવ મતદારોએ ૩૫ હજારથી વધુ ક્રોસ વોટીંગ કરેલ.વિસાવદર વિધાનસભાનો મતદાર ભારે સુઝબુઝવાળો છે તે નકારી શકાય નહીં.
કદાચ વિસાવદર બેઠકમાં ચાર પાખીયો જગં થાય તો પણ નવાઈ નહીંે. વિસાવદર બેઠકમાં એક ઉમેદવાર નામ જાહેર થઈ ગયું છે. આ વખતે કોંગ્રેસ ભાજપ અને ભાજપ દ્રારા જુના સભ્ય ને રીપીટ નહીં કરવામાં આવે તો પણ ચૂંટણી લડે તેવી શકયતા સેવાઈ રહી છે

ધાર્મિક જગ્યા અને સંતો મહત્વનો ભાગ ભજવશે
આ વિધાનસભા વિસ્તારમાં ભેંસાણ તાલુકામાં પરબની જગ્યા, દેવલમાની જગ્યા, મહેશગીરી બાપુનું રાણેશ્વર ધામ, વિસાવદરમાં સતાધાર, મુનિ આશ્રમ તેમજ બીલખા ખાતે આનંદઆશ્રમ, શેઠ સગાળશાની જગ્યા અને ભિયાળ ખાતે ગોપાલલાલની હવેલી સહિત ૨૫–થી વધુ ધાર્મિક જગ્યા છે જે પણ આ ચુંટણીમાં પરોક્ષ રીતે મહત્વનો ભાગ ભજવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application