GUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે

  • April 01, 2025 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 23 માર્ચ 2025ના રોજ લેવાયેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2025ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.


બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મેથ્સ (050), ફિઝિક્સ (054), કેમિસ્ટ્રી (052), બાયોલોજી (056)ના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી છે.


વાંધા રજૂ કરવાની પ્રક્રિયા:

જો કોઈ વિદ્યાર્થીને આ આન્સર કી અંગે કોઈ વાંધો હોય, તો તેઓ 5 એપ્રિલ 2025ને શનિવારના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં ઈમેલ દ્વારા રજૂઆત કરી શકે છે.


વાંધા રજૂ કરવા માટે, વિદ્યાર્થીઓએ વિષયવાર, માધ્યમવાર અને પ્રશ્નદીઠ અલગ અલગ ફોર્મ ભરીને gujcetkey@gmail.com પર મોકલવાના રહેશે. રજૂઆત સાથે જરૂરી પુરાવા પણ મોકલવાના રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application