અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૫૫૪ રેલ્વે સ્ટેશનનાં પુન:વિકાસ તા ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ, અડરપાસ નાં શિલાન્યાસ લોકાર્પણ અંતર્ગત રૂ.છ કરોડનાં ખર્ચે રિનોવેશન કરાયેલા ગોંડલનાં હેરિટેઝ રેલ્વે સ્ટેશનનું વર્ચુઅલ ઉદ્ધાટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે કરાયુ હતું. રેલ્વેના ભાવનગર ડીવીઝન મેનેજરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર ડીવીઝનનાં સિનિયર ડીઇઇ રમેશચંદ્ર મીના ઉપરાંત સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, જયંતિભાઈ સાટોડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા ,જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ,વેપારી મહામંડળનાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા સહિત આગેવાનો ઉપસ્તિ રહયા હતા.
ગોંડલ મહારાજા ભગવતસિંહ સૌરાષ્ટ્રમાં રેલ્વેનાં પાયોનિયર ગણાયછે. સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વે શરૂ કરવાનું બહુમાન ભગવતસિહને ફાળે જાય છે.ગોંડલનાં રેલ્વે સ્ટેશનની સપનાં ભગવતસિહ બાપુ દ્વારા સને ૧૯૩૨ માં કરાઇ હતી. તે પહેલા હાલ નગરપાલિકા કચેરી જ્યાં બેસે છે તે બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન હતુ.સુવર્ણ મહોત્સવ નગર વેળા સ્ટેશન પ્લોટ નાં વિસ્તરણ સમયે હાલનું રેલ્વે સ્ટેશન બંધાયુ હતું.
ગોંડલ તથા જેતલસર નાં રેલ્વે સ્ટેશન હેરિટેઝ ની વ્યાખ્યામાં હોય બિલ્ડીંગ ની તોડફોડ વગર રિનોવેશન કરાયા છે. ગોંડલ રેલ્વે સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મને ઉંચા લેવાયા છે.અને બે પ્લેટફોર્મને લંબાવાયા છે.ઉપરાંત પે એન્ડ યુઝ ટોઇલેટ, એસી.વેઇટિંગ રુમ,ઇન્ડીકેટર,એનાઉન્સમેન્ટ,એક thi બીજા પ્લેટફોર્મ પર જવા આવવા સબવે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. ગોંડલ રેલ્વે સ્ટેશન પર રોજીંદા ૧૮ થી ૨૦ ટ્રેન તા ૮ થી ૧૦ ગુડ્સ ટ્રેન ની અવરજવર રહેછે.ત્યારે રેલ્વે સ્ટેશનની નવી સુવિધાઓ ગોંડલ પંક માટે આશિર્વાદ રૂપ બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech