આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ લેતા ડેબ્યૂ કરનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી સેમ કોન્સ્ટાસે તાબડતોબ બેટિંગ કરી રહ્યો હતો. આથી ભારતનો દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અકળાયો હતો. સેમ કોન્સ્ટાસને વિરાટ કોહલીએ ખભા અથડાવી ધક્કો માર્યો હતો. બાદમાં બન્ને વચ્ચે ઉગ્ર વાતાવરણ બની ગયું હતું મામાલો ઝઘડા સુધી પહોંચ્યો હતો.
વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટાસ વચ્ચે શું થયું?
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 10મી ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી અને છેલ્લા બોલ પર એક રન આવ્યો હતો. આ પછી, કોન્સ્ટાસ સ્ટ્રાઈક બદલવા માટે બીજી બાજુ જઈ રહ્યો હતો ત્યારે સામેથી વિરાટ કોહલી આવ્યો અને યુવા ખેલાડીને ધક્કો માર્યો. જવાબમાં કોન્સ્ટાસે કોહલીને કંઈક કહ્યું, જેના પર ભારતીય ખેલાડી તેની તરફ વળ્યો અને ચર્ચા કરતો જોવા મળ્યો. બંને વચ્ચે ચર્ચા વધુ આગળ વધે તે પહેલા ઉસ્માન ખ્વાજા અને ઓન-ફીલ્ડ અમ્પાયર માઈકલ ગોફે મામલો શાંત પાડ્યો હતો. જો કે, હવે ICC કોહલીના આ પગલાની રિવ્યુ કરવા જઈ રહ્યું છે અને તેના કારણે તેના પર પ્રતિબંધનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.
કોહલીને 3-4 ડીમેરિટ પોઈન્ટ્સનું નુકસાન થઈ શકે
cricket.com.au અનુસાર, આ બંને ખેલાડીઓ વચ્ચે જે પણ થયું છે, તેની હવે ICC ઑફિશિયલ્સ રિવ્યુ કરશે. એન્ડી પાયક્રોફ્ટ આ મેચમાં રેફરીની ભૂમિકામાં છે અને તેઓ આ મામલાને જોશે. આવી ઘટનાને લઈને ICCના નિયમો કહે છે કે ક્રિકેટમાં કોઈપણ પ્રકારનો અયોગ્ય શારીરિક સંપર્ક પ્રતિબંધિત છે. જો કોઈ ખેલાડી જાણી જોઈને, વિચારીને/કોઈપણ રીતે બીજા ખેલાડી અથવા અમ્પાયરની સામે ચાલે અથવા દોડે અથવા ખભો મારે તો ખેલાડીઓ આ નિયમનો ભંગ કર્યો ગણાશે.
પોન્ટિંગના મતે વિરાટની ભૂલ
હવે ICC આ મામલાના કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે પહેલા ઘટનાની તપાસ કરશે. પરંતુ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પહેલાથી જ લાગે છે કે આમાં વિરાટ કોહલીની ભૂલ છે.
વિરાટ આખી પીચ પર ચાલી રહ્યો હતોઃ પોન્ટિંગ
પોન્ટિંગે ચેનલ 7ને કહ્યું કે વિરાટ આખી પિચ પર ચાલી રહ્યો છે, જે તેના ઈરાદા દર્શાવે છે. મને ખાતરી છે કે તે તેની ભૂલ છે. મને આશા છે કે અમ્પાયર અને રેફરીએ પણ જોયું હશે કે શું થયું. જ્યાં સુધી કોન્સ્ટાસની વાત છે, એવું લાગે છે કે તેને ખૂબ મોડું થયું કે સામેથ કોઈ આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને આશા વ્યક્ત કરી હતી કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ આ મામલે દરમિયાનગીરી કરશે.
સેમ કોન્સ્ટાસ 60 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો
સેમ કોન્સ્ટાસ તેની ડેબ્યુ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ખૂબ જ આત્મવિશ્વાસ સાથે દેખાયો હતો. જેમાં તેણે જસપ્રીત બુમરાહને 2 સિક્સર ફટકારી, જેણે આ સિરીઝમાં અત્યાર સુધી શ્રેષ્ઠ બોલિંગ કરી છે. સેમ કોન્સ્ટાસે T-20 ક્રિકેટ સ્ટાઈલમાં બેટિંગ કરી અને રનરેટને ઉંચી રાખવાનું કામ કર્યું. સેમ કોન્સ્ટાસે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી માત્ર 52 બોલમાં પૂરી કરી હતી. તે 65 બોલમાં 60 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો, જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં ફિફ્ટી ફટકારનાર સેમ કોન્સ્ટાસ બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech