અમદાવાદના હાથીજણમાં હિંસક વૃત્તિના રોટવિલર શ્વાને બાળકીને ફાડી ખાધા બાદ સરકારની ઉંઘ ઉડી હોય તેમ આવા પ્રકારના કૂતરાંને પાળી શકાય કે નહીં અથવા પાળીને કેવી રીતે રાખી શકાય તેની નવી નીતિ બનાવવામાં આવશે તેવી જાહેરાત પ્રવકતા મંત્રી ઋષિકેશભાઇ પટેલે કરી છે. જેમાં આવા પ્રકારના કૂતરાં પાળવાને કારણે કોઇ વ્યકિત ઉપર જોખમ ઊભું થાય કે હત્પમલો કરાશે તો તેની સામે કેવા પગલાં કે સજાની જોગવાઇ કરાશે તે બાબતને પણ આવરી લેવાશે. ગઈકાલે મળેલી રાયમંત્રી મંડળની બેઠકમાં અમદાવાદના આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડા હતા આ મુદ્દે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.રોટવિલર શ્વાને બાળકીને ફાડી ખાધા બાદ માલિક ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.
સમગ્ર મામલે આગામી સમયે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના હુકમો અને સંલગ્ન નિયમોને ધ્યાનમાં રાખીને સરકાર આગામી સમયમાં નીતિ જાહેર કરશે. કૂતરાંનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ત્યારે આવા પાળી ન શકાય તેવા કૂતરાં પાળવા હોય તો તે માટેની શરતો–નિયમોને પણ નીતિમાં સમાવવામાં આવશે. આ મુદ્દે અમદાવાદ મહાનગરના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથે વાત કરી હોવાનું પણ તેમણે ઉમેયુ હતું.ઉલ્લ ેખનીય છે કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જામનગર ભાવનગર સહિત રાયભરમાં હાલ કૂતરાં પાળવાનો શોખ મોટા પ્રમાણમાં છે, પરંતુ તેમાં અનેક શિકારી વૃત્તિના કૂતરાં પણ રહેણાક વિસ્તારમાં પાળવામાં આવી રહ્યા છે. રાયમાં અત્યાર સુધી શેરી કૂતરાંએ બાળકો કે વડીલોને બચકા ભયા હોય કે ફાડી ખાધા હોય તેવા બનાવો બનતા હતા તેનો ઉકેલ તત્રં લાવી શકયું નથી. બીજી તરફ પાળેલા કૂતરાં દ્રારા પણ અનેક સ્થળે લિટમાં કે લેટના પ્રાંગણમાં રમતા હોય ત્યારે ખાસ કરીને બાળકો પર હત્પમલાના બનાવો શ થયા છે. હાથીજણના લેટમાં પાંચ માસની બાળકીને ગાર્ડ ડોગ રોટવિલરે ફાડી ખાધાના બનાવથી આવા કૂતરાંઓને રહેણાક વિસ્તારમાં નહીં રાખવા અને તેમના બેદરકાર માલિકો સામે આકરી સજા થાય તેવા પગલાં લેવાની માગ ઉઠી છે. રાય સરકાર દ્રારા આ મુદ્દે ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આવતા દિવસોમાં રાય સરકાર માટે વિશેષ નીતિ જાહેર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech