રાજકોટમાં ભારે ઉકળાટ બાદ મોટાભાગના વિસ્તારોમા ભારે પવન સાથે ધોધમાર વરસાદ, પશ્ચિમ ઝોનમાં અડધો કલાકમાં એક ઈંચ, રસ્તાઓ પર પાણી ભરાયા

  • May 15, 2025 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આજ સવારથી અસહ્ય બફારા સાથે ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકો પરેસેવે રેબઝેબ થઈ ગયા હતા. જોકે, બપોર બાદ રાજકોટના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. અને ભારે પવન સાથે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. 

રાજકોટના પશ્ચિમ ઝોનમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે.  મહાપાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનની મેઘરાજાએ પોલ ખોલી નાખી છે. ડામર પ્લાન્ટ અને ખોદકામ તત્કાલ બંધ કરાયા છે. 


શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ ચોકડી, આજીડેમ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ, બહુમાળી ભવન, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. ​​​​​​​


વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી

ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આથી સવારથી લોકો અસહ્ય બફારો અને ઉકળાટ અનુભવી રહ્યા હતા તેમાંથી રાહત મેળવી છે. યુવાનો અને બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા પણ માણી રહ્યા છે. 


આટકોટમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

જસદણ તાલુકાના આટકોટ સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આખો દિવસ ગરમી અને ઉકળાટ રહ્યા બાદ પાંચ વાગ્યે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે ઉનાળું પાકને નુકસાની થતા ખેડૂતોને મુશ્કેલી પડી છે. તલ, મગ, અડદ સહિતના પાકોને નુકસાની થઈ છે. જ્યારે નાનાં બાળકોએ વરસાદમાં ન્હાવાની મોજ માણી હતી. તડકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application