ભારત અને નેપાળના વિદ્રાનોએ સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હાથ મિલાવ્યા છે. આ અંતર્ગત બંને દેશોના વિદ્રાનો દર વર્ષે આંતરરાષ્ટ્ર્રીય સંસ્કૃત કોન્ફરન્સનું આયોજન કરશે. સંસ્કૃત ગ્રંથો, ખાસ કરીને હિમાલયન રાષ્ટ્ર્રમાં મળેલી હસ્તપ્રતો પર સંશોધન અને પ્રકાશનની વ્યવસ્થા કરવા માટે એક અભ્યાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.
કાઠમંડુમાં ત્રણ દિવસીય નેપાળ–ભારત આંતરરાષ્ટ્ર્રીય સંસ્કૃત પરિષદના સમાપનમાં પાંચ મુદ્દાનો ઠરાવ અપનાવવામાં આવ્યો હતો. સહભાગીઓએ મહર્ષિ સાંદીપનિ વેદ વિધા પ્રતિાન, ઉૈનના સહયોગથી નેપાળમાં ગુકુલના વિકાસ માટે સહાય પૂરી પાડવાનું પણ વચન આપ્યું હતું. પ્રસ્તાવ મુજબ, નીતિ રિસર્ચ ફાઉન્ડેશન નેપાળ બંને દેશોના સેન્ટર ફોર સંસ્કૃત સ્ટડીઝના મુખ્ય કાર્યાલય તરીકે કામ કરશે. આ કેન્દ્ર સંયુકત સંશોધન કરશે અને નેપાળ અને ભારતના સંસ્કૃત ગ્રંથોના પ્રકાશનની વ્યવસ્થા કરશે. તે નેપાળમાં મળેલી સંસ્કૃત હસ્તપ્રતોનો પણ અભ્યાસ કરશે. એક અંદાજ મુજબ નેપાળના પુરાતત્વ વિભાગમાં લગભગ પાંચ લાખ અપ્રકાશિત સંસ્કૃત હસ્તપ્રતો સચવાયેલી છે. નીતિ રિસર્ચ દ્રારા રવિવારે જારી કરાયેલા એક પ્રકાશન અનુસાર, ભારતમાં નેપાળી સંસ્કૃત વિધાર્થીઓની ભાષા શીખવાની ક્ષમતાને વધારવા માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી (દિલ્હી) નેપાળમાં ગુકુલોની લાઇબ્રેરીઓની સુવિધા આપશે અને નેપાળમાં સંસ્કૃત શૈક્ષણિક સંસ્થાઓને જરી પુસ્તકો પ્રદાન કરશે.
કોન્ફરન્સમાં સંસ્કૃત, પાલી અને પ્રાકૃત ભાષાઓના સંરક્ષણની સાથે નેપાળ અને ભારતના ધર્મ, સંસ્કૃતિ, તત્વજ્ઞાન, ઈતિહાસ અને પુરાતત્વને પ્રોત્સાહન આપવાનો ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી અને ઈન્ડિયા ફાઉન્ડેશન ના સહયોગથી નીતિ રિસર્ચ ફાઉન્ડેશન દ્રારા આયોજિત ત્રણ દિવસીય કોન્ફરન્સમાં બંને દેશોના ૧૨૦ થી વધુ સંસ્કૃત વિદ્રાનો, પ્રોફેસરો અને સરકારી અધિકારીઓએ ભાગ લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech