દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવ્યું કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન

  • April 02, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ દિગ્ગજ અનુભવી એક્ટર ધર્મેન્દ્ર દેઓલ આંખે પાટો બાંધેલી હાલતમાં મુંબઈની એક હોસ્પિટલમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. જે બાદ તેમના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા છે.


બોલિવૂડના "હી-મેન" તરીકે ઓળખાતા દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર દેઓલ હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ચાહકો પણ આ પીઢ અભિનેતાને ખૂબ પ્રેમ કરે છે.અભિનેતા મુંબઈની એક હોસ્પિટલની બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, તેમની એક આંખ પર પાટો બાંધેલો જોવા મળ્યો હતો. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. જેના કારણે ચાહકોનું ટેન્શન વધી ગયું છે.


બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ તાજેતરમાં આંખની સર્જરી કરાવી છે. 89 વર્ષની ઉંમરે પણ તેઓ મજબૂત ઈચ્છાશક્તિ સાથે ચાહકોનું દિલ જીતી રહ્યા છે. મંગળવારે તેઓ મુંબઈની એક હોસ્પિટલમાંથી બહાર નીકળતા જોવા મળ્યા, જ્યાં તેમની જમણી આંખ પર પટ્ટી બાંધેલી હતી. સર્જરી બાદ પણ ધર્મેન્દ્રએ પેપારાઝી સાથે વાતચીત કરી અને ખાતરી આપી કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.


હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે ધર્મેન્દ્રએ પેપારાઝીને રોકીને કહ્યું, "હું મજબૂત છું. અભી ભી ધર્મેન્દ્ર મેં બહુત દમ હૈ. અભી ભી જાન રખતા હૂં. મેરી આંખ કા આઈ ગ્રાફ્ટ (કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન) હુઆ હૈ. હું મજબૂત છું." તેમણે પોતાના ચાહકો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું, "લવ યુ, મારા દર્શકો અને મારા ચાહકો." ધર્મેન્દ્ર પ્રિન્ટેડ શર્ટ, બ્લેક પેન્ટ અને કાળી ટોપીમાં જોવા મળ્યા હતા. પેપારાઝી સાથે વાત કર્યા બાદ તેઓ ગાડીમાં બેસીને ઘરે રવાના થયા હતા.


89 વર્ષે પણ એક્ટિવ છે ધર્મેન્દ્ર

બોલિવૂડના "હીમેન" તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં સક્રિય છે. લાંબા વિરામ બાદ તેમણે 2023માં કરણ જોહરની ફિલ્મ "રોકી ઔર રાની કી પ્રેમ કહાની"થી શાનદાર વાપસી કરી હતી. આ ફિલ્મમાં તેમની અને શબાના આઝમીની કેમેસ્ટ્રી તેમજ ઓન-સ્ક્રીન કિસ ખૂબ ચર્ચામાં રહ્યાં હતાં. ગયા વર્ષે તેઓ "તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા"માં શાહિદ કપૂરના દાદા તરીકે નાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ચાહકોને તેમની આ ઉંમરે પણ કામ પ્રત્યેનો જુસ્સો જોઈને આનંદ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application