ફાઇનાન્સિયલ વર્ષના માર્ચ એન્ડિંગ દરમિયાન જુદી જુદી સરકારી કચેરીઓ દ્વારા બાકીદારો પાસેથી સરકારી લેણાઓની વસૂલાત કરવા કમરકસી છે, રાજકોટ આરટીઓ દ્વારા વાહનનો ટેક્સ બાકી હોય એવા ડી ફોલ્ટરની યાદી તૈયાર કરી ચેકીંગ દરમિયાન રોડ પરથી પસાર થતા 12 વાહનોને જપ્ત કરી 4,08,873નો દંડ કરી ડિટેઇનની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત 42 જેટલા વાહન ચાલકો મોટર વાહન કાયદાના ભંગ કરતા રૂ. 5,89,873નો દંડ ફટકારવા આવ્યો હતો.
આરટીઓનો ઘણા સમયથી બાકી ટેક્સ હોય એવા વાહન ચાલકોને અવાર-નવાર મૌખિક અને લેખિત જાણ કરવા છતાં ટેક્સ ન ભરી રોડ પર દોડતા હોય આવા વાહનોની યાદી તૈયાર કરી રોડ પરથી જ ડિટેઇન કરી બાકી ટેક્સ વસૂલવા માટેની રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાને પગલે ઇન્સ્પેકટર એચ.એ.પટેલ અને કે.ડી.ઝાલા સહિતના દ્વારા જુદા જુદા સ્થળ પર ચેકીંગ હાથ ધરી ટેક્સ ડિફોલ્ટરોની યાદી પૈકીના 12 વાહનો પસાર થતા રોકી ડિટેઇન કરી રૂ. 4,08,873નો દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચેકીંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટ મુજબના નિયમોનો ભંગ કરતા 42 જેટલા વાહનો ઝપટે ચડી જતા રૂ. 5,89,873નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આરટીઓ અધિકારી કે.એમ.ખપેડએ જણાવ્યું હતું કે, ડિફોલ્ટરોને આખરી નોટીસની બજવણી કરી દેવામાં આવી છે. એમ છતાં ટેક્સ ન ભરનાર વાહન ચાલકોના વાહનો રોડ પરથી જપ્તી કરી લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech