ધારી એસડીએમ દ્રારા મોડી રાતે ખાંભા તાલુકાના ડેડાણ ગામેથી ચોખા, ઘઉં ભરેલ બોલેરો ઝડપાઈ જવા પામ્યા છે, પરંતુ વિસાવદરમાં સાવ છડે ચોક સરકારી અનાજ ભરેલ વાહનો નીકળે રહ્યા છે.
વિસાવદર તાલુકામાં જાણે સરકારી અનાજની હેરફેર કરનારને છૂટો દોર આપી દેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે સરકરી અનાજ ગામડે ગામડે થી ફેરિયાઓ દ્રારા વિસાવદરના ડેલા અને માલિકીના મકાનોમાં ભેગું કરવમાં આવે છે ત્યારબાદ તેમાંથી ઘઉં, ચોખા અનેે બોલેરો જેવા વાહનોમા ભરીને સરકારી બાબુઓની સામેજ જૂનાગઢ, બીલખા જેવા ગામમા મોકલી આપવામાં આવે છે મહિનો શ થતાંની સાથે વિસાવદર તાલુકામાં છકડો,અને મીની ટેમ્પામાં ફેરિયાઓ આ માલ લોકો પાસેથી ૧૫૧૮ પિયામાં લઇ વિસાવદર ડેલા વાળાને આપે છે યાં તેમાં કિલોએ ૫થી ૧૦ પિયા વધુ મળી જાય છે જયારે આ ડેલા વાળાઓ તેજ માલ આગળ મોકલે છે જેમાં તેને ફેરિયા કરતા મોટો નફો મળી જાય છે જયારે કયારેક તો આવા ડેલા વાળા ઘઉંમાં તેજી હોય તો નજીકના માર્કેટિંગ યાર્ડમાં પણ બીજા ખેડૂતોની ૬૧૨ લઈ મોકલી દે છે. હાલમાં ગીર સોમનાથ, અમરેલી કે પછી અન્ય જિલ્લ ા હોય ત્યાંના મામલતદાર, એસડીએમ દરજાના અધિકારીઓ દ્રારા આવા ગેરકાયદેસર અનાજ ની હેરફેર કરતા વાહનો અને ડેલાઓમાં રેડ કરવમાં આવી છે. ત્યારે વિસાવદર આવી કોઈ કામગીરી કરવામાં રસ લેતા નથી. હાલ માં ધારી એસડીએમ દ્રારા ખાંભા તાલુકાના ડેડાણ ગામેથી ઘઉં,ચોખા ભરેલ બોલેરો ગાડી ઝડપી પાડી હતી જેમાં ઘઉં,ચોખા સહિત ૭,૮૦,૨૬૭ નો મુદામાલ કબ્જે કર્યેા હતો તે માલ પણ ડેડાણ થી જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યાનું બોલેરો ચાલકે જણાવ્યું હતું તો વિસાવદર તાલુકાના કહેવાતા બાહોશ આધિકરીઓ માટે કોઈ કાર્યવાહી કરતા નથી એ સવાલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech