વાહન વ્યવહાર માટે બે માસ બંધ
જામનગરનાં એરફોર્સ-૧ ગેટથી ઢીચડા ગામ તરફ નાં રસ્તા માં વાયુનગર વાળા રોડ પર ના જંકશન થી ખારા બેરાજા ના જંકશન સુધી ભૂગર્ભ ગટર માટે ની કામગીરી કરવા માં આવનાર હોવા થી આ માર્ગ બે માસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવનાર છે. જે અંગે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા કમિશનર તથા જાડા ના ચેરમેન દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે કે જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ ની હદ માં એરફોર્સ – ૧ ગેટ થી ઢીચડા ગામ તરફ જતાં રસ્તા માં વાયુનગર વાળા રોડ ના જંકશન થી ખારા બેરાજાના જંક્શન સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવા ના હેતુ થી તા.૦૭/૦૨/૨૦૨૫ થી તા.૦૬/૦૪/૨૦૨૫ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવામા આવનાર છે. જે અંગે આ જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે.
જેનો અમલ કરવા નો આથી હુકમ ફરમાવાયો છે . જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.
એરફોર્સ – ૧ ગેટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તા માં વાયુનગર વાળા રોડ ના જંકશન થી ખારા બેરાજા ના જંક્શન સુધી જવા નો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે એરફોર્સ - ૧ ગેટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તામાં વાયુનગર વાળા રોડના જંકશન થી વાયુનગર થઇ સ્વામિનારાયણ ધામ સોસાયટી થઇ જાડાના ૧૮ મીટર ડી.પી.રોડ પર આવેલ દરગાહ થઈ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે.
ખારા બેરાજાના જંક્શન થી ઢીચડા ગામ તરફ જતા રસ્તામાં ખારા બેરાજાના જંક્શન થી વાયુનગર વાળા રોડના જંકશન સુધી જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ખારા બેરાજા જંકશન થઇ શાહમુરાદશાહ દરગાહ થઇ ઢીચડા ગામના રસ્તા પર ૬૬ કે.વી. સબ સ્ટેશન થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech