જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા નારી વંદન ઉત્સવના સાતમાં દિવસ અંતર્ગત વી.પી. કાપડીયા મહિલા કોલેજ, ભાવનગર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો.ચંન્દ્રીકાબેન સોલંકી, કનુભાઇ દવે, પ્રોટેક્શન ઓફિસર હેતલ દવે, મહિલા આઇ.ટી.આઇ ના ઇન્સ્ટ્રકટર હિરવાબેન શિયાળ અને આરતીબા ગોહિલ, ડો.નિલેશભાઇ સેંતા, એન.એસ.એસ વિભાગના જીતેન્દ્રભાઇ મકવાણા, સંકલ્પ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવર મેન્ટ ઓફ વુમનની ટીમ સંજયભાઇ, હિતેશભાઇ અને અજયભાઇ, મહિલા સહાયતા કેંદ્રના કાઉંસેલર રીનાબેન વાઘેલા,૧૮૧ અભયમ હેલ્પ લાઇનના કાઉન્સેલર અને સાથી મહિલા કોન્સટેબલ બહેન તેમજ કોલેજની દિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પ્રોટેક્શન ઓફિસર હેતલ દવે દ્વારા નારી વંદન ઉત્સવ સપ્તાહ તા. ૧ થી ૮ ઓગષ્ટના અલગ અલગ દિવસની થીમ અંગે પ્રાથમિક માહિતી આપી હતી. ડો. નિલેશભાઇ સેંતા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ, ડો.ચંદ્રીકાબેન સોલંકી દ્વારા દિકરીઓને જણાવવામાં આવ્યુ હતુ કે પોતાના પર વિશ્વાસ રાખવો અને જાગ્રુત થવુ જોઇએ જેથી સરકારશ્રીના આવા કાર્યક્રમો સાર્થક થાય. મહિલા સહાયતા કેંદ્રના કાઉન્સલર દ્વારા વિવિધ સેન્ટરની કામગીરી વિશે વિગતવાર માહિતી આપવામા આવેલ. મહિલા આઇ.ટી.આઇમાંથી પધારેલ હિરવાબહેન દ્વારા દિકરીઓને મહિલા આઇ.ટી.આઇ માં ચાલતા વિવિધ કોર્સ વિશે વિગતવાર માહિતી આપી અને ૮ પાસ કે ૧૦ પાસ પર ચાલતા વિવિધ કોર્સ કરવા માટે બહેનોને કોઇ ઉમર મર્યાદા નથી તેમજ ફેશન ડીજાઇનીંગ અને પાર્લરના કોર્સ દ્વારા બહેનો પોતાના પગભર થઇ સ્વમાન ભેર જીવન જીવી શકે તેવી સરળ ભાષામા સંપુર્ણ માહિતી પુરી પાડવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech