છેલ્લા બે વર્ષ જેટલા સમયથી ખાલી પડેલી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિની જગ્યા પર આખરે રાય સરકારે ગુજરાત યુનિવર્સિટીના ફિઝિકસ ડિપાર્ટમેન્ટ ના પ્રોફેસર ઉત્પલ શશીકાંત જોશીની નિમણૂક કરી છે. તેમનો કાર્યકાળ જવાબદારી સંભાળે ત્યારથી પાંચ વર્ષ સુધીનો રહેશે.
ગુજરાત સરકારના એયુકેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી મનોજ વાઘે ગઈકાલે મોડી સાંજે આ હત્પકમો કર્યા હતા. ઉત્પલ જોશી મૂળ રાજકોટના છે અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ફિઝિકસ ડિપાર્ટમેન્ટમાં ૧૯૯૨ માં તે વિધાર્થી તરીકે પણ ભણી ચૂકયા છે. ઉત્પલ જોશી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ૧૮ માં અને નવા સ્ટેચ્યુટ તથા કાયદા મુજબની વ્યવસ્થા પછીના પ્રથમ કુલપતિ છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં સ્ટાફની ઘટ સહિતના અનેક પ્રશ્નો છે. પરંતુ સ્થાનિક પરિસ્થિતિ થી જાણીતા ઉત્પલ જોશી આ બાબતે કેવી કામગીરી કરે છે તે જોવાનું રહેશે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિના મામલે ગુંચવાયેલું કોકડું ઉકેલાયું છે અને હવે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિની જગ્યા બાબતે પણ ટૂંક સમયમાં નિર્ણય થવાની શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરૂ. ૬૪.૮૦ કરોડની છેતરપિંડીમાં ઝડપાયેલા ચારેય આરોપીઓ અઢી-અઢી ટકાના ભાગીદાર
April 09, 2025 03:38 PMસિવિલ કેમ્પસમાં ભાડા માટે આંટા મારતા રીક્ષા ચાલકોને બહાર તગેડાયા
April 09, 2025 03:36 PMમહાનગરપાલિકા દ્વારા કેન્સર કેર ફાઉન્ડેશનના વોરીયર્સને રૂ.૧૧,૦૦૦ની સહાયના ચેક અર્પણ
April 09, 2025 03:10 PMમવડી-કણકોટ રોડ પર મોબાઈલની ચીલઝડપ કરનાર શખ્સ ઝડપાયો
April 09, 2025 03:08 PMઆરટીઓનું માર્ચ એન્ડિંગ: 1200 વાહન ચાલકોને અડધા કરોડનો દંડ ફટકાર્યો
April 09, 2025 03:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech