રાજકોટમાં મવડી રોડ પર આવેલા અર્જુન જ્વેલર્સ નામના શોરૂમમાંથી અહીં શોરૂમમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરનાર કર્મચારીએ રૂ. 25.62 લાખના દાગીનાની ચોરી કર્યા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. શો રૂમમાં સ્ટોક ચેક કરતા દાગીનામાં ઘટ આવી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચકાસતા હેડ ઓફ ડિપાર્ટમેન્ટની કરતુત નજરે પડી હતી. આ બાબતે તેને પૂછતા દેણું થઈ ગયું હોવાથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં આરોપી તરીકે નૈમિશ વિજયભાઈ જાનીનું નામ આપ્યું
રાજકોટમાં મોટામવા સ્મશાન પાસે આંગન ગ્રીન સિટી બ્લોક નંબર 52 ફિલ્ડ માર્શલ રોડ પર રહેતા હિતેશભાઈ ભગવાનજીભાઈ વસોયા (ઉ.વ 41) દ્વારા આ અંગે નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નૈમિશ વિજયભાઈ જાનીનું નામ આપ્યું છે.
યશભાઈ ઠુંમર સ્ટોકની દેખભાળ રાખે છે
હિતેશભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સાથે એક વર્ષથી મવડી મેઇન રોડ પર આવેલ અર્જુન જેવલર્સ નામના શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. આ શોરૂમમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે આરોપી નૈમિશ જાની છે અને યશભાઈ ઠુંમર સ્ટોકની દેખભાળ રાખે છે.
સોનાના દાગીના જેની કિંમત રૂ. 25,62,500 છે તે જોવા મળ્યા ન હતા
ગઇ તા. 22/5 ના અર્જુન જ્વેલર્સનું સ્ટોકનું કામ યશભાઈ સંભાળતા હોય તેમણે સ્ટોક ચેક કરતા શોરૂમની તિજોરીમાં જોતા એક પ્લાસ્ટિકના પાઉચમાં રાખેલ સોનાના દાગીના જેમાં સોનાના ત્રણ ચેન જેમાં એક ચેન 80 ગ્રામનો હોય જેમાંથી એક ભાગ જે આશરે ૧૩.૫ ગ્રામનું ચેન પાઉચમાં પડ્યો છે તથા બીજો ભાગ 68.5 ગ્રામનો ચેન જેની કિંમત રૂપિયા 6.97 લાખ તથા બીજા બે ચેન જે 24 24 ગ્રામના એમ કુલ બે ચેન 48 ગ્રામના જેની કિંમત રૂપિયા 4.87 લાખ હોય તથા સોનાની ત્રણ વીંટી જે આશરે 16.5 ગ્રામની એમ કુલ ત્રણ વીંટીના રૂપિયા 4.28 લાખ, સોનાની માળા 1.72 લાખ, હાથમાં પહેરવાની રિંગ રૂ. 75,500, સોનાનું પેન્ડલ 1.75 લાખ, બ્રેસલેટ 5.28 લાખ એમ કુલ 10 નંગ સોનાના દાગીના જેની કિંમત રૂ. 25,62,500 છે તે જોવા મળ્યા ન હતા. જેથી આ બાબતે શોરૂમની કોર ટીમને વાત કરી હતી. ત્યારબાદ ફરિયાદીએ તેમના સ્ટાફની પૂછપરછ કરી હતી પરંતુ આ ચોરી થયેલ સોનાના દાગીના બાબતે કંઈ જાણવા મળ્યું ન હતું.
ચોરી અંગે રૂપિયા 25 લાખનું લખાણ કરી જેમાં સહી કરી આપી
ત્યારબાદ તા. 6/6/2025 ના શોરૂમના સીસીટીવી ફૂટે ચેક કરતા તારીખ 15/3/2025 ના લોકરની બાજુમાં કેસ કાઉન્ટર પર મુકેલ પ્લાસ્ટિકના ડબ્બામાં પ્લાસ્ટિકના પાઉચમાં રહેલ આ દાગીના પૈકી અમુક દાગીના શો રૂમમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરનાર નૈમીશ જાની ચોરી કરી ગયાનુ નજરે પડ્યું હતું. જેથી તા.7/6/2025 ના નૈમિશને ચોરીના દાગીના બાબતે પૂછતા તેણે કબુલાત આપી હતી કે મારે દેણું થઈ ગયું હોય જેથી મેં સોનાના દાગીના ચોરી કર્યા છે. આ બાબતે શોરૂમના માલિક મનીષભાઈને વાત કરી હતી બાદમાં શોરૂમ માલિક મનીષભાઈએ નૈમિશને વાતચીત કરવા શોરૂમે બોલાવતા તેને દાગીના બાબતે પૂછતા આશરે 25,62,500 ના સોનાના દાગીના ચોરી કર્યાનું જણાવ્યું હતું. જેથી તેને આ દાગીના પરત આપી દેવાનું કહેતા તેણે ચોરી અંગે રૂપિયા 25 લાખનું લખાણ કરી જેમાં સહી કરી આપી હતી.
તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી
બાદમાં આ બાબતે શોરૂમના મેનેજર દ્વારા અહીં શોરૂમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ નૈમીષ વિજયભાઈ જાની સામે તિજોરીમાં મુકેલ 252 ગ્રામ 10 નંગ સોનાના દાગીના કિંમત રૂપિયા 25,62,500 ની તારીખ 15/4/2024 થી તારીખ 15/3/2025 ના સમય દરમિયાન ચોરી કર્યા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech