જૂનાગઢમાં રહેતા અને વડોદરા અભ્યાસ કરતા વિધાર્થી ને તેના માતાની તબિયત ખરાબ થતા કેબ બુક કરાવી જુનાગઢ આવવા નીકળ્યો હતો પરંતુ રસ્તામાં વાસદ ખાતે પોલીસ ચેકિંગ દરમિયાન ડ્રાઇવરને પોલીસ સાથે રકઝક થતા તે વાતનો ફાયદો ઉઠાવી ડ્રાઇવર દ્રારા વિધાર્થીને પોલીસ તમને પકડી જશે તેવી ધમકી આપી ડરાવીને કટકે કટકે ૨.૧૨ લાખ પિયા મેળવવાના બનાવમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે ઉપલેટાના ટેકસી ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આમ્રપાલી એપાર્ટમેન્ટમાં રહેતા હેત કિરીટકુમાર દવે વડોદરા પાલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તા.૧૬ ઓકટોબર ૨૦૨૩ ના તેના માતાની તબિયત લથડતા ઇમર્જન્સીમાં જુનાગઢ આવવા માટે કેબ બુક કરાવી હતી. જેમાં વોટસએપ પર ગાડી નંબર અને .૪ હજાર ભાડું નો મેસેજ આવ્યો હતો જે મુજબ વિધાર્થીએ ગાડી બોલાવી અને જુનાગઢ જવા રવાના થયા હતા. રસ્તામાં વાસદ ખાતે પહોંચતા પોલીસ દ્રારા કારને રોકાવી ચેક કરતા કાર પ્રાઇવેટ પાસેની હોવા છતાં ટેકસી તરીકે ઉપયોગ કરતા હોવાના લીધે દડં ફટકારતા ડ્રાઇવરની પોલીસ સાથે રકઝક થઈ હતી. ત્યારબાદ વિધાર્થી હેતને જુનાગઢ ઉતારી કારચાલક નીકળી ગયો હતો. ઘટનાના ત્રણ દિવસ બાદ ટેકસી ડ્રાઇવર પ્રિયાંક જોષી (રહે ઉપલેટા) વિધાર્થીને ફોન કરી પોલીસ મને પકડીને લઈ ગયેલ છે અને જામીન પર છૂટો છું તેમજ મને તાં નામ પૂછતા હતા પરંતુ મેં તાં નામ આપ્યું નથી. આ બાબતે .૮ હજારની જરિયાત હોય મારી પાસે .૫ હજાર છે બાકીના પિયા મને મોકલી આપ થોડાક દિવસો બાદ પરત કરી આપીશ જેથી વિધાર્થીએ ૩ હજારની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી અને ત્યારબાદ મોકાનો લાભ લઈ ટેકસી ડ્રાઇવર દ્રારા અવારનવાર એક વર્ષ દરમિયાન વિધાર્થી પાસેથી ૨.૧૨ લાખની રકમ પડાવી લીધા હતા પરંતુ પરત ન આપતા અંતે યુવકે ઉપલેટાના ટેકસી ડ્રાઇવર સામે સી ડિવિઝનમાં વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ સી ડિવિઝન પીએસઆઇ સોનારાએ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઈક સ્ટંટ કરતાં ચાલકોમાંથી બે બાઈક સવારની અટકાયત
May 21, 2025 02:02 PMજામનગર શહેરમાં યુવાનનું સિનેમામાં જ હાર્ટએટેકથી મૃત્યુ
May 21, 2025 01:53 PMધ ગ્રાન્ડ ચેતના ડાઇનીંગ હોલમાં રસમાંથી વંદો નિકળતા ૧૦ હજારનો દંડ
May 21, 2025 01:49 PMવિભાપર નજીક સાત ધાર્મિક બાંધકામનું મોડીરાત્રે ડીમોલીશન
May 21, 2025 01:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech