વીરપુર (જલારામ) પંથકમાં કમોસમી વરસાદથી તૈયાર ડુંગળી, તલ–કઠોળના પાકને નુકસાની

  • May 22, 2025 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયમાં પ્રિ–મોન્સૂન એકિટવિટી શ થઇ ચૂકી છે યાત્રાધામ વીરપુરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગઈ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે ધોધમાર કમોસમી એક ઈંચ વધુ વરસાદ વરસી પડો હતો, જેમને લઈને ખેડૂતોએ વાવેલા તલ,મગ, ડુંગળી,મગફળી સહિતના ઉનાળુ પાકને નુકશાન થયું હતું ખાસ કમોસમી વરસાદની કરીને ડુંગળીના પાકને મોટી અસર જોવા મળી હતી,યાત્રાધામ વીરપુર પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોનો તૈયાર પાક માથે કમોસમી વરસાદ પડવાથી મોટી નુકસાની થઈ હતી, ડુંગળીના પાકનું વાવેતર કરતા વીરપુરના ખેડૂત દિલીપભાઈ વેકરીયા તથા સંજયભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે પોતાના ખેતરમાં ચોમાસામાં વાવેલ ડુંગળીનો પાક પણ પાછોતરા વરસાદને કારણે ફેઈલ થયો હતો અને અમે વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ ફેઈલ થયેલ ડુંગળીના પાક લખાવેલ હતો પરંતુ તે સમય દરમિયાન તત્રં દ્રારા કોઈપણ પ્રકારનો સર્વે કરવા અમારા ખેતરે આવ્યા ન હતા ત્યારે પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો
યારે ચાલુ ઉનાળામાં અમે બીજી વાર ડુંગળીના પાકનું વાવેતર કયુ હતું જે ડુંગળીનો પાક લણીને ખેતરમાં તૈયાર હતો પરંતુ તે પાક પર પણ કમોસમી વરસાદ વરસતા અમારો તૈયાર પાક ફેઈલ થયો હતો અને અમારે મજબુર બનીને ન છુટકે પશુઓને કે બકરીઓને તે તૈયાર પાક ખવડાવવા ખુલો મૂકી દીધો હતો,ખેડૂતોએ વધુમાં જણાવ્યુ હતુ કે એક તરફ ડુંગળીનો ભાવ બરોબર નથી મળતો અને બીજી તરફ ઉપરથી કુદરતી કહેર કમોસમી માવઠું જેમને લઈને ખેડૂતોને મોઢે આવેલ કોળિયો કમોસમી વરસાદથી છીનવાઈ ગયો હતો અને ખેડૂતોને મોટી નુકશાની વેઠવા નો વારો આવ્યો હતો,યાત્રાધામ વીરપુર પંથકમાં પડેલ કમોસમી વરસાદ લઈને ઉનાળુ પાકના નુકશાનીના પગલે ખેડૂતોએ સરકાર સમક્ષ વહેલીતકે પાક નુકશાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application