ગોંડલને કેન્દ્રમાં રાખી સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરવાની જાણે સિઝન નિકળી હોય તેમ બન્ની ગજેરા,જીગીશા પટેલ, અલ્પેશ કથીરીયા બાદ હવે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ ઉપાધ્યક્ષ નિમીશા ખુંટે પણ સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ કરી તીખી પ્રતિક્રિયા વ્યકત કરી છે. નિમીશા ખુંટે કહ્યુ કે ગોંડલમાં રાવણરાજ ચાલે છે. ભાજપ કયાય નથી.હમણાંથી બહારનાં લોકો ગોંડલની ચિંતા ખુબ કરેછે.સોશિયલ મીડીયા માં એકજ વાત હોય છે. અનિદ્ધસિંહ જયરાજસિહ, અલ્પેશ કથીરિયા,જીગીશા પટેલ,નિખિલ દોંગા આ બધાને ગોંડલ ની સેવા કરવી છે.એકજ પાર્ટી માંથી ચુંટણી લડવીછે.
આ ઉપરાંત તેમણે સવાલ કર્યેાકે કેમ બીજી પાર્ટીમાંથી જીતવાનો વિશ્ર્વાસ નથી ? આતો અત્યારે ભાજપની હવા ચાલેછે એટલે જીતી જવાય એટલે બધાને ગોંડલ ની ચિંતા થઇ પડીછે.બધાને ગોંડલની સેવા કરવી છે. એક જ પદ માટેની લડાઈ છે.આ બધા કૌરવોની ગેંગ છે. ધારાસભ્ય બનવા થનગનતા લોકોની ઓળખ ગુન્હેગારોની છે. આર્ય તો એ વાતનું છે કે પદ માટે લડી રહેલા બધા ભાજપ નાંજ છે.અને પ્રદેશ ભાજપનાં નેતાઓ આખં આડા કાન કરી રહ્યાછે.કારણ કે તેમને તો માત્ર ગોંડલની બેઠકથી મતલબ છે.
નિમીશા ખુંટે કટાક્ષ કરતા કહ્યુ કે ચુંટણીમાં ઉભા રહેવાની સામાન્ય પ્રક્રિયા હોય છે.તે અનુસારીને ચુંટણી લડી લ્યોને? સોશિયલ મીડીયામાં મોટા ઇશ્યુ કરવાની કયાં જર છે. અહી સતત માહોલ ગરમ રહે તેવા પ્રયત્નો કરાઇ રહ્યાછે.ગોંડલમાં ગુંડાગીરી સિવાય પણ ઘણા પ્રશ્નો છે.પોપટભાઇ સોરઠીયાની હત્યા થઇ ત્યારથી પાટીદારોને અન્યાય થાય છે. એક બીજાની જુથ અથડામણમાં હમેંશા પટેલોને ભોગવવું પડું છે. અહી એફઆઇઆર નું હથિયાર ચાલે છે. નિમીષા ખુંટે કહ્યુ કે ગોંડલમાં લાયકાત અને પદને કોઇ લેવાદેવા નથી. નાગરિક બેંકનું પદ સંભાળતા આગેવાન પાસે એવી કોઇ ઉચ્ચ ડીગ્રી નથી કે આવડી મોટી સંસ્થાનું સંચાલન કરી શકે.તેમને નાની વાતમાં પણ જેતપુર રોડ પર ફોન કરી પુછવુ પડેછે. શું તમારામાં નિર્ણય શકિત નથી ?તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિલા પર દુષ્કર્મનું ‘ઝાડું’ ફેરવનાર 'આપ'નો કાર્યકર જેલભેગો, DySp એ વિગતો આપી
May 23, 2025 05:01 PMશાપર-વેરાવળ પોલીસ સ્ટેશન નજીક જ દેશી દારૂના હાટડાઓ ધમધમ્યા, જુઓ Video...
May 23, 2025 04:47 PMપડધરી સરપદડ ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણનું ડીમોલેશન
May 23, 2025 04:46 PMવિસાવદર સરકારી અનાજ ખરીદ તા ફેરિયાઓ ને લીલા લેર...
May 23, 2025 04:43 PMરાજકોટ : લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલ બંધ થતા સભ્યો હેરાન
May 23, 2025 04:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech