ડિઝાઇનર મસાબા ગુપ્તાએ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. હવે બંને જલ્દી માતા-પિતા બનવાના છે. આ ખુશીના અવસર પર સોનમ કપૂર અને તેની બહેન રિયા કપૂરે મસાબા માટે પ્રાઈવેટ બેબી શાવરનું આયોજન કર્યું હતું. આ સિમ્પલ ફંક્શનમાં પણ સોનમે મસાબા દ્વારા ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી. હંમેશની જેમ આ વખતે પણ સોનમ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. સોનમે તેની સાડીને અનોખા બ્લાઉઝ અને એસેસરીઝ સાથે પહેરી હતી.
સોનમનું અનોખું બ્લાઉઝ
ટૂંક સમયમાં જ મસાબા ગુપ્તા માતા બનવાની છે. ત્યારે લેબલ 'હાઉસ ઑફ મસાબા' દ્વારા ડિઝાઇન કરાયેલ બ્રાઉન સાડીને સોનમની બહેન રિયા કપૂર અને તેની ટીમ દ્વારા સ્ટાઈલ કરવામાં આવી છે. આ સ્ટાઇલિશ બ્લાઉઝ દક્ષિણ કોરિયન ફેશન ડિઝાઇનર રેજિના પ્યોના કલેક્શનમાંથી હતું.
આ નવ ગજની સાડીની બોર્ડર અને પલ્લુને સ્કેલોપેડ ક્રોશેટથી એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. સોનમે ગુજરાતી સ્ટાઈલમાં સાડી પહેરી હતી. પલ્લુને ખભા પર અને આગળના ભાગમાં પાટલી વાળી હતી.
બ્લાઉઝ જોઈએ તો તેમાં ડ્રોપ શોલ્ડર ડિઝાઇન અને ફુલ સ્લીવ્ઝનું બ્લાઉઝ હતું. ઉપરાંત તે ટ્રાન્સપરન્ટ ડિઝાઇન સાથે કમ્ફર્ટેબલ ફિટિંગનું બનેલું છે. આ બ્લાઉઝ બેકલેસ હોવાને કારણે તેની સુંદરતા વધી છે.
સ્પેશિયલ એસેસરીઝ
સાડીને સ્ટાઈલ કરવા માટે સોનમે એસેસરીઝ તરીકે ફૂલની ડિઝાઈન કરેલી ઈયરિંગ્સ, સ્ક્રન્ચીઝ અને મિની ક્લચનો સમાવેશ થતો હતો.
સોનમે સ્ટેટમેન્ટ ઓપલ રીંગ અને એમ્બ્રોઇડરી કરેલ બ્રાઉન લોફર્સ પણ પહેર્યા હતા. આંખોમાં કાજલ, ગાલ પર રૂઝ, ન્યુડ લિપ શેડ, આઈલાઈનર, બ્રાઉન આઈ શેડો અને મસ્કરાએ તેના ગ્લેમરને એક અલગ જ લુક આપ્યો હતો.
સોનમ હંમેશા યુનિક બ્લાઉઝ પહેરે છે
આ પહેલીવાર નથી જ્યારે સોનમે તેની સાડીને સ્ટાઇલ કરવા માટે અનોખું બ્લાઉઝ પહેર્યું હોય. જ્યારે ડેવિડ બેકહામ ભારત આવ્યા ત્યારે સોનમે તેના ઘરે તેમના માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યારે સોનમે સિંદૂરની લાલ શિબોરી સાડી પહેરી હતી. જે તેણે સ્ટુડિયો મીડિયમના સફેદ જામદાની કફ્તાન સાથે જોડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech