રાજકોટ શહેરમાં હિટવેવ વચ્ચે ટાઇફોઇડ અને ઝાડા ઉલટી સહિતના ૧૧૨૭ કેસ મળ્યા છે, ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળો પ્રસર્યેા છે. શહેરમાંથી શરદી– ઉધરસના ૫૨૭ કેસ, તાવના ૩૦૪ કેસ, ઝાડા ઉલ્ટીના ૨૯૨ કેસ તેમજ ટાઇફોઇડ ના બે કેસ સહિત કુલ ૧૧૨૭ કેસ નોંધાયા છે. ભરઉનાળે પણ મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળતા ૨૫૬ સ્થળે ફોગિંગ કરાયું હતું તેમજ ચેકિંગ દરમિયાન મચ્છર જોવા મળતા ૪૩૯ સંકુલોને નોટિસ ફટકારવામાં આવી હતી. આશ્ચર્યજનક બાબત તો એ છે કે શહેરમાં પાણીજન્ય રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે શું કરવું જોઈએ તેની માર્ગદર્શિકા જાહેર કરી છે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ રોગચાળાને અટકાવવા કરેલી કામગીરીની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ૭૮૮૨ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૨૫૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઇ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૮૧ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૩૪૭ અને કોર્મશીયલ ૯૨ આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.
આ તકે આરોગ્ય શાખાએ શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ ૧૦ ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનિટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુધી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનિટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.
ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા ફેલાતો અટકાવવા માટે (૧) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ. (૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ. (૩) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.(૪) બિનજરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ. (૫) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ. (૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ. (૭) ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા સહિતના પગલાં લેવા શહેરીજનોને અપીલ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech