અગ્નિવિરની તાલીમ પુર્ણ કરી પરત ફરેલા બે યુવાનોનું થયું અભિવાદન

  • June 09, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના બે યુવાનો અગ્નિવિરની તાલીમ પુર્ણ કરીને  વતન પરત ફરતા તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ એટલુ જ નહી પરંતુ તેમને વિનામુલ્યે તાલીમ આપનારા તેમના ગુ‚ની સેવાને પણ બિરદાવવામાં આવી હતી.
જનની અને જન્મભુમિ સ્વર્ગથી પણ મહાન છે એ ભાવના સૌ કોઈએ રાખવી જોઈએ. કારણ તેની તોલે કોઈ ભાવના આવી શકે નહી.જે માતૃભુમિ થકી આપણું પાલન પોષણ થયુ,બળ, બુદ્ધિ અને સુખ સમૃદ્ધિ પામ્યા,જે માતૃભુમિએ આપણને સુરક્ષિત રાખ્યા તેનું ઋણ ચુકવવાનો એક જ માર્ગ છે અને તે છે માતૃભુમિની વંદના. આજે આપણે વાત કરવી છે વર્ષોથી ભાવસિંહજી વ્યાયામ શાળામાં નિ:સ્વાર્થભાવે પોરબંદરના દીકરાઓ અને દીકરીઓને કોઈપણ જાતની ફ્રી લીધા વગર  વિનામુલ્યે જ તાલીમ આપી રહ્યા છે એવા પ્રેમજીભાઈ પોસ્તરીયા (બોસ) એ રાષ્ટ્ર સેવા માટે ૨૦૦ થી ૨૫૦ જેટલા દીકરા દીકરીઓને તાલીમ સંપુર્ણ ફ્રી માં આપેલ છે,રાષ્ટ્રીય રાયફલ,આર્મી, ડિફેન્સ,કમાન્ડર,નેવી, બી.એસ.એફ, અગ્નિવીર, સી.આર.પી.એફ. રેલ્વે પોલીસ, ગુજરાત પોલીસ, ગુજરાત ફોરેસ્ટમાં નિષ્ઠાવાન ફરજ બજાવે છે પોરબંદર સામાન્ય પરિવારમાં રહેતા આવા બે યુવાનો જેમના પિતા ગેરેજ અને મિસ્ત્રી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેમના સંતાનો જવાબદારીપુર્વક અગ્નિવીર ટ્રેનિંગ પુર્ણ કરીને માદરે વતન આવતા ધ્રુવભાઈ અશોકભાઈ ગોહેલ, મધ્યપ્રદેશ અને દર્શનભાઈ મનુભાઈ ધાવજી બેંગ્લોર ખાતેથી તાલીમ પુર્ણ કરેલ હતી ભાવસિંહજી વ્યાયામ શાળા ખાતે પ્રેમજીભાઈ પોસ્તરીયા (બોસ) ના આશીર્વાદ મેળવ્યા હતા 
આ તકે પ્રમુખ પોરબંદર જીલ્લા ભાજપ ડો.ચેતનાબેન તિવારીએ પણ પુષ્પહારથી સન્માન કરેલ હતું.સામાન્ય પરિવારમાં જન્મેલા એવા પોરબંદરથી અગ્નિવીરમાં ફરજ બજાવતા હાર્દિકભાઈ પરમાર, ચેતકભાઈ મોતીવરસ, ધ્રુવભાઈ ગોહેલ, દર્શનભાઈ ધાવજીએ જણાવ્યું કે પોરબંદરના અખાડાના ગુરૂ પ્રેમજીભાઈ પોસ્તરીયા (બોસ) પાસે થી તાલીમ અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતુ 
આ ચારે અગ્નિવીર એ જણાવ્યું હતું કે અમે અગ્નિવીરમાં સિલેક્ટ થયા તેનો શ્રેય ગુ‚ પ્રેમજીભાઈ પોસ્તરીયા (બોસ) ને આપીએ છીએ બોસ દ્વારા નિ:શુલ્ક તાલીમ સાથે સચોટ અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું હતુ,પ્રેમજીભાઈ (બોસ)નો અગ્નિવીરોએ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે એ પણ પોરબંદર જીલ્લાના યુવાનોને જણાવ્યું કે રાષ્ટ્ર સેવા કરવાની ઈચ્છા હોય તેવા યુવાનોએ પોરબંદર અખાડામાં આવવી ગુ‚ પ્રેમજીભાઈ પોસ્તરીયા (બોસ) પાસેથી તાલીમ મેળવી તમારા સપનાઓ સાકાર કરો રાષ્ટ્ર સેવાથી એક પણ મોટી સેવા નથી તેમ જણાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application