અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પરનો અટલ બ્રિજ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે. દેશ વિદેશના મહેમાનો પણ અમદાવાદ આવે ત્યારે તેની મુલાકાત લેતા હોય છે અને તસ્વીરો પણ ખેંચાવતા હોય છે. અટલ બ્રિજને વધુ આકર્ષક બનાવવા માટે બ્રિજના કઠેડા પર ટફન ગ્લાસ લગાડવામાં આવ્યા હતા.
પરંતુ હાલમાં અહીં બે ટફન ગ્લાસ તૂટી ગયા છે. અટલ બ્રિજ પર તુટેલા બે પૈકી એક ગ્લાસ સાબરમતી નદીમાં તૂટીને પડી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટફન ગ્લાસ માટે કહેવામાં આવ્યું હતું કે, અહીં 1000 કિલો વજન સહન કરી શકે એ પ્રકારના ગ્લાસ લગાડવામાં આવ્યા હતા. આ ટફન ગ્લાસ 8 પ્રકારના લેયર વડે તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે આ ગ્લાસ ખરાબ ગુણવત્તાને લઈને તૂટ્યા કે પછી કોઈએ તોડી નાંખ્યા હતા એ હવે તપાસનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે બ્રિજનું ઉદ્ઘાટન થયું ત્યારે તેની વચ્ચે કાચ નાખવામાં આવ્યા હતા જેના પર લોકો ચાલી શકતા હતા અને તે તૂટે નહીં એવા મજબૂત હોવાનું કહેવાતું હતું.
પણ પૂલ ખુલ્લો મુકાયાના થોડા જ સમયમાં એમના એક કાચમાં તિરાડો પડી ગઈ હતી અને તેને લીધે કાચ બદલાવવો પડ્યો હતો. ત્યાર બાદ કાચની આસપાસ રેલિંગ કરી દેવામાં આવી હતી. સ્ટીલની રેલિંગ બનાવીને બ્રિજ પર રહેલ કાચ કવર કરી લેવામાં આવ્યા હતો, જેથી કરીને કાચ ઉપરથી કોઈ પસાર ન થઈ શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech