કેશોદના અગતરાયમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બેને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમજ મૃતકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ચાર લોકો કારમાં નાસ્તો કરવા જતા
પ્રાપ્ત વિગત મુજબ, ગત મોડીરાત્રે કેશોદના હાઇવે નજીક નાસ્તો કરવા જતા સમયે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આથી કાર બેકાબૂ બનતા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારમાં સવાર ચાર લોકોમાંથી વિજય સોલંકી અને ચંદુ ડાભી નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે બે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
લગ્નમાં આવ્યા હતા અને કાળ ભરખી ગયો
કારમાં બેઠેલાઓ લગ્નમાં આવ્યા હતા અને મોડીરાત્રે લગ્ન દરમિયાન તે નાસ્તો કરવા માટે નીકળ્યા હતા. કારમાં ફસાયેલા તમામ લોકોને ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કારનો કચ્ચરઘાણ વળી ગયો
કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા જ કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ઘટના જાણ થતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech