જીવરાજ પાર્ક નજીક લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા અને મારામારી, દારૂ, - માદક પદાર્થ સહિત ૯ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા મીલન ઉર્ફે એમ.કે. વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ મથકના એચ.એન.પટેલે પાસાની દરખાસ્તા તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી હતી.કમિશનર બ્રજેશ કુમાર ઝાએ દરાખાસ્ત મંજુર કરી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું.દરમિયાન પીએસઆઇ વી.જી.ડોડીયાની રાહબરીમાં એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડ કોન્સ. પ્રતાપસિંહ મોયા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે આરોપી સંજયભાઈ ખંબર મીલન ઉર્ફે એમ.કે. સંજયભાઇ ખખ્ખર(ઉ.વ ૨૮ રહે. લક્ષ્મણ ટાઉનશીપ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે) ની પાસાની હેઠળ અટકાયત કરી તેને સુરતની લાજપોર જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે. મીલન વિરૂધ્ધ અગાઉ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં મારામારી સહિત બે, આજી ડેમમાં મારામારી, પોરબંદરમાં મારામારી, માલવીયાનગરમાં માદક પદાર્થ, તાલુકામાં મારામારી અને ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકમાં દારૂનો ગુનો નોંધાઇ ચૂકયો છે.
જયારે તાજતેરમાં અમીન માર્ગ પર જીમમાં મારામારી કરનાર અને આ સહિત સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીના પુત્ર મોહીન મોટાણી (ઉ.વ.૨૧, રહે.વાંકાનેર સોસાયટી, બજરંગવાડી)ની સામે પાસાનું વોરંટ ઇશ્યુ થતા માલવિયાનગર પોલીસે પાસા તળે તેની અટકાયત કરી સુરત જેલમાં ધેકલવા તજવીજ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક પસાર, લાખો નાગરિકોને હવે આ લાભ મળશે
March 28, 2025 06:41 PMબ્લોકને કારણે 31 મેની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
March 28, 2025 06:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech