રેસકોર્સના બાકડે- ગાર્ડનની પાળીએ મોબાઇલ આઇડીથી જુગાર રમતા બે શખસો ઝડપાયા

  • April 05, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ પીસીબીની ટીમે શહેરમાં રેસકોર્સના બાકડે અને રામકુષ્ણનગર પાસે ગાર્ડનની પાળીએ બેસી મોબાઇલ આઇડી મારફત ઓનલાઇન જુગાર રમી રહેલા બે શખસોને ઝડપી લીધા હતાં.પોલીસ તપાસમાં આઇડી આપનાર બે શખસોના નામ પણ ખુલ્યા હતાં.


જાણવા મળતી વિગતો મુજબ,પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ મયુરભાઇ પલારીયા અને કોન્સ. હિરેનભાઇ સોલંકીએ રામકૃષ્ણનગર શેરી નં.૧૦ નરસિંહ મહેતા ગાર્ડનની પાળી પર મોબાઇલ પર શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલા શખસની પોલીસે પુછતાછ કરતા તેનું નામ અભિષેક પ્રફુલભાઇ મકવાણા(ઉ.વ ૨૭ રહે. લક્ષ્મીનગર શરી નં.૩ નાના મવા મેઇન રોડ,રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેના મોબાઇલની તપાસ કરતા આ શખસ પીએસ૭૭૭ ડોટ કલબ નામની આડી મારફત લાઇવ કસીનોમાં ૨૦-૨૦ તીનપત્તી રમતો હોવાનું માલુમ પડયું હતું.પોલીસે પુછપરછ કરતા તેને જુગાર રમવાની આ આઇડી રૈયારોડ પર વૈશાલીનગરમાં રહેતા સાહીલ જાહીદભાઇ કારીયાણીયાએ આપી હોવાનું કહ્યું હતું.પોલીસે રૂ. ૫ હજારની કિંમતનો મોબાઇલ કબજે કરી બંને સામે જુગારધારની કલમ હેઠળ ગુનો નોંધી સાહિલ કારીયાણીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જયારે પીસીબીના અન્ય દરોડામાં કોન્સ. વાલજીભાઇ જાડા અને કિરતસિંહ ઝાલાએ બહુમાળી ભવન ચોકડી જિલ્લા પંચાયત ચોક તરફ જતા રોડ પર બાકડા પર બેસી મોબાઇલમાં રાધે એકસચેન્જ નામની આઇડી મારફત તીનપત્તીનો જુગાર રમતા નલીન અમૃતભાઇ કોટક(ઉ.વ ૬૦ રહે. આલાપ ગ્રીનસિટી,રૈયા રોડ તુલીપ એપાર્ટમેન્ટ) ને ઝડપી લીધો હતો.પોલીસે આ શખસની પુછતાછ કરતા તેને જુગાર રમવાની આઇઆડી કાનો ભરવાડ નામના શખસે આપી હોવાનું ખુલતા પોલીસે બંને સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાના ભરવાડને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application