હસમુખભાઇ હિંડોચા અને હર્ષિતભાઇ કાવરની સહકારી ક્ષેત્રમાં લાંબા સમયની સેવાના કારણે અપાઇ નિમણુંક
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હસમુખભાઈ હિંડોચા અને હર્ષિતભાઈ કાવરની કો-ઓપ્ટ ડિરેકટર્સ તરીકે નિમણુંક થઈ છે.
જામનગરના સહકારી ક્ષેત્રે લાંબાગાળાથી કાર્યરત એવા હસમુખભાઈ હિંડોચા, બે દાયકા સુધી જામનગરની ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લિ.માં કર્મચારી તરીકે અને ત્યારબાદ પંદર વર્ષ સુધી એ જ બેંકમાં બોર્ડ ઓફ ડિરેકટર્સમાં ડિરેક્ટર તરીકે પોતાની સેવાઓ આપેલી છે ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની જામનગર શાખા ઈ.સ. ૨૦૦૯માં ખોલવામાં આવી ત્યારથી શાખા વિકાસ સમિતિમાં ક્ધવીનર તરીકે જવાબદારી નિભાવે રહ્યાં છે. સાથોસાથ અનેક સ્વૈચ્છીક સેવાકીય સંસ્થાઓમાં પણ પોતાનું સક્રિય યોગદાન આપી રહ્યાં છે.
રાજકોટ પંથકના હર્ષિતભાઈ કાવર અગ્રણી ઉદ્યોગપતિ છે. બાલ્યકાળથી જ સેવા ભાવ સાથે કાર્ય કરતાં હર્ષીતભાઈ વિવિધ સંસ્થાઓમાં અગ્રેસર રહી મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. મહારાષ્ટ્રમાં ૪ સહિત કુલ ૩૮ શાખાઓ કાર્યરત છે. ડિપોઝીટમાં રૂા. ૬,૦૦૦ કરોડનો આંક વટાવ્યો છે, ધિરાણ રુા. ૩,૬૫૬ કરોડ છે અને ટુંક સમયમાં જ બીઝનેશ મિક્સ ૧૦,૦૦૦ કરોડ થશે. મોબાઇલ અને વ્હોટ્સએપ બેંકિંગ સહિત અનેકવિધ ગ્રાહક સુવિધા સાથે એશિયાભરમાં સૌથી વધુ સભાસદ ધરાવતી બેંક, નાના માણસની મોટી બેંક તરીકે પ્રચલિત છે. ફક્ત બેંકિંગ જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સાર્થે કાર્ય કરે છે. નવનિયુક્ત બંને કો-ઓપ્ટ ડિરેકટર્સને સહકારી- બેંકિંગ ક્ષેત્ર ઉપરાંત સમાજનાં વિવિધ વર્ગમાંથી અને શુભેચ્છકો શુભકામના પાઠવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech