ગોંડલ તાલુકાના રાણસીકી ગામની સીમમાં આવેલા ખેતરેથી રૂ.1.60 લાખની કિંમતની બે ભેંસની ચોરી થયા અંગે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ખેડૂત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના રાણસીકી ગામે પ્રાથમિક શાળાની બાજુમા રહેતા ભાવેશભાઈ પોપટભાઈ પાનસુરીયા (ઉ.વ 40) દ્રારા સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતી તથા પશુપાલન કરી મારા પરીવારનું ગુજરાન ચલાવે છે.
ફરિયાદી પાસે બે ભેંસો હતી જેમા એક ભેંસ એકાદ વર્ષથી દોહવા દેતી હતી તથા બીજી એકાદ માહીનાની દોહવા દેતી હતી અને આ બન્ને ભેંસો ગામમાં બાંધવા માટે ઘરે જગ્યા ન હોય જેથી મારે દેરડીના માર્ગે આવેલ ખેતીની જમીન મા બે ઢાળીયા બનાવી તેમા આ ભેંસોને બાંધતા હતા.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત તા.22/07/2024 ના રાત્રીના સાડા આઠેક વાગ્યે હું તથા મારા પત્ની આ બન્ને ભેંસોને નીરણ આપવા ગયા હતા. ત્યારે બન્ને ભેસો હતી અને અમે મગફળીનો પાલાની નીરણ કરી અને ઘરે આવતા રહેલ હતા અને બીજા દિવસે તારીખ.23/ 07/2024 ના સવારના સાડા છએક વાગ્યે હું મારૂ મોટર સાઇકલ લઇને એકલો વાડીએ ભેંસોને નીરણ પુરો કરવા જતા આ ભેંસો ત્યા જોવામાં આવેલ ન હતી જેથી મેં આજુ બાજુના ખેતરમાં તપાસ કરી થોડીવાર પછી ઘરે ગયેલ અને ઘરે મારા પત્નીને તથા મારા સગા સબંધીઓ ને ભેંસ ગુમ થયા બાબતે જાણ કરી હતી. બાદમાં આજદિન સુધી અમારી રીતે અમારા ગામ મા તથા આજુબાજુના ગામમાં એમ જુદી-જુદી જગ્યાઓ એ જઈ તપાસ કરતા ભેંસો મળી આવેલ ન હતી.જેમાં નવ મહીના ગાભણી અને કુંડલા શીંગળા વાળી જેની કિંમત રૂ. 90000 ગણાય તથા બીજી ભેંસ એક માસની ગાભણી અને એકાદ વર્ષથી દોહવા દેતી જેની કિંમત રૂ. 70000 ગણાય તેવી હતી. તે બન્નેની કુલ કિમત રૂપિયા 1,60,000 ગણાય તે ખેતરના ખુલ્લા ઢાળીયામાંથી કોઇ અજાણ્યો શખસ ચોરી કરી ગયા અંગે આ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech