IPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું

  • April 17, 2025 12:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી કેપિટલ્સે સુપર ઓવર સુધી ચાલેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું છે. આ IPL 2025માં દિલ્હીની પાંચમી જીત રહી.


દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરીને 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ માટે યશસ્વી જયસ્વાલ અને નીતિશ રાણાએ અડધી સદી ફટકારી હતી, પરંતુ તેમની આખી ટીમ પણ નિર્ધારિત 20 ઓવરમાં 188 રન જ બનાવી શકી હતી. એવામાં મેચનું પરિણામ સુપર ઓવરથી આવ્યું, જેમાં દિલ્હીએ રાજસ્થાનને હરાવ્યું.


રાજસ્થાનને ખરાબ બેટિંગ ભારે પડી

189 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે ખૂબ જ સારી શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસન વચ્ચે જોરદાર ઓપનિંગ ભાગીદારી થઈ, પરંતુ સેમસનને 31 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ કરવામાં આવ્યો હતો. રિયાન પરાગ આ વખતે સંઘર્ષ કરતો જોવા મળ્યો, જેને અક્ષર પટેલે 8 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કરી દીધો. યશસ્વી જયસ્વાલે સતત બીજી અડધી સદી ફટકારી. તે 37 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો. આ પહેલા જયસ્વાલે RCB સામેની મેચમાં 75 રનની તોફાની ઇનિંગ રમી હતી.


રાજસ્થાનની બીજી વિકેટ 112 રનના સ્કોર પર પડી હતી, ત્યારબાદ નીતિશ રાણા અને ધ્રુવ જુરેલે મોરચો સંભાળ્યો હતો. જ્યારે RRની ટીમ સરળ જીત તરફ આગળ વધી રહી હતી, ત્યારે નીતિશ 51 રનના સ્કોર પર આઉટ થઈ ગયો અને મેચ ત્યાં જ અટવાઈ ગઈ હતી. મેચ ત્યાં પહોંચી ગઈ જ્યારે છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીત માટે 9 રન બનાવવાના હતા અને સામે મિશેલ સ્ટાર્ક બોલિંગ કરી રહ્યો હતો.


રાજસ્થાનના હાથમાં 7 વિકેટ બાકી હતી, ક્રિઝ પર સેટ બેટ્સમેન ધ્રુવ જુરેલની સાથે ધાકડ પ્લેયર શિમરોન હેટમાયર હતો. પરંતુ બંનેએ છેલ્લી ઓવરમાં સિંગલ-ડબલની રણનીતિ અપનાવીને RR માટે મુશ્કેલી ઊભી કરી હતી. છેલ્લી બોલ પર 2 રનની જરૂર હતી, પરંતુ રાજસ્થાન એક રન જ બનાવી શક્યું અને મેચ ટાઈ થઈ ગયો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application