શહેરના યુબેલી ચોક પાસેથી બાબરા પંથકના યુવાનને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી પિયા ૨૦,૦૦૦ ની રોકડ સેરવી લેવામાં આવી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી બે શખસોને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને રીક્ષા સહિત .૭૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
બાબરાના ચરખા ગામે રહેતા અન મજુરીકામ કરનાર નરેશ દેવરાજભાઇ ચારોલા(ઉ.વ ૨૭) નામનો યુવાનનો પુત્ર બીમાર હોય અને રાજકોટમાં સાંનીધ્ય હોસ્પિટલમાં સારવારમાં હોય તેની સારવાર માટે હોસ્પિટલમાં .૨૦ હજાર ભરવાના હતા જેથી તેમણે સંબંધી પાસેથી પૈસા મંગાવ્યા હતા. બાદમાં તેઓ જુયુબેલી ચોક પાસે નાળિયેર લેવા માટે ગયા હતા અને હોસ્પિટલ જવા માટે રિક્ષામાં બેસતા રિક્ષામાં અગાઉથી બે મુસાફર હતા. દરમ્યાન એક મુસાફર ઉલટી કરવા લાગ્યો હતો અને રિક્ષાચાલકે કહ્યું હતું કે તમારા પૈસા પડી ગયા છે અને બીજી રિક્ષાવાળોએ પૈસા લઈ ચાલ્યો ગયો છે. બાદમાં યુવાનને આરએમસી ચોક પાસે ઉતારી દેતા યુવાને પોતાના ખિસ્સા તપાસતા પિયા ૨૦,૦૦૦ આ ટોળકીએ તફડાવી લીધા હોવાનું માલુમ પડું હતું જેથી તેણે આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવને લઇ એ ડિવિઝન પોલીસમાં મથકના પીઆઇ કે.એસ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એમ. રાણા, એએસઆઇ એમ.વી. લુવા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધારાભાઈ ગઢવી અને અજયભાઈ બસીયાને મળેલી બાતમીના આધારે આ ગુનામાં અમિત ઉર્ફે બેરો દિનેશભાઈ ઉકેડીયા (ઉ.વ ૨૨ રહે પોપટપરા ૫૩ કોટર્સ શેરી નંબર ૭) અને સુનિલ ઉર્ફે મામા મોહનભાઈ પેરવાણી (ઉ.વ ૪૫ રહે. મા કોમ્પ્લેકસની સામે રેલનગર)ને ઝડપી લીધા હતા. પોલીસે આ બેલડી પાસેથી રોકડ પિયા ૨૦,૦૦૦ અને રીક્ષા સહિત ૭૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ બેલડી અન્ય કોઈ ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech