ગયા મહિને યુએસ પ્રમુખપદ પર પાછા ફયર્િ પછી ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને 51મું યુએસ રાજ્ય બનાવવાની વાત કરી, પ્નામા કેનાલનો કબજો લેવાનું સૂચન કર્યું, ગાઝાને જોડવાની યોજના બનાવી અને ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રયાસ કર્યો. તેમના આ નિર્ણયોનો વિરોધ પણ થયો. કેનેડા અને ચીને પણ ટ્રમ્પ્ના નિર્ણયનો વિરોધ કર્યો હતો પરંતુ આ દરમિયાન 60 લાખની વસ્તી ધરાવતા ડેનમાર્કે પણ ટ્રમ્પ્ની મજાક ઉડાવી છે. ગ્રીનલેન્ડ ખરીદવાની ટ્રમ્પ્ની ધમકી વચ્ચે ડેનમાર્કે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યને ખરીદવાની ધમકી આપી છે.
ડેનમાર્કના 2 લાખથી વધુ નાગરિકોએ એક અરજી પર હસ્તાક્ષર કયર્િ છે જેમાં તેમણે અમેરિકા પાસેથી કેલિફોર્નિયા ખરીદવાની વાત કરી છે. અરજીમાં લખ્યું છે કે શું તમે ક્યારેય નકશા તરફ જોયું છે અને વિચાર્યું કે તમને ખબર છે, ડેનમાર્કને વધુ સૂર્યપ્રકાશ, પામ વૃક્ષો અને રોલર સ્કેટની જરૂર છે. આપણી પાસે આ સ્વપ્નને વાસ્તવિકતા બનાવવાની તક છે. ચાલો ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી કેલિફોર્નિયા ખરીદીએ!
આ અરજીની વેબસાઇટ પર ’કેલિફોર્નિયાને ફરીથી મહાન બનાવો’ એવું સૂત્ર લખેલું છે. આ સૂત્ર ટ્રમ્પ પર કટાક્ષ છે, કારણ કે તેઓ તેમના ચૂંટણી પ્રચારમાં અમેરિકાને ફરીથી મહાન બનાવોનો દાવો કરતા રહ્યા છે. અરજીમાં આગળ કહેવામાં આવ્યું છે કે તેઓ કેલિફોર્નિયાને ’નવું ડેનમાર્ક’ બનાવવા માંગે છે.
અરજીમાં લખ્યું છે કે અમે હોલીવુડમાં આરામદાયક જીવનનિવર્હિ બનાવીશું, બેવર્લી હિલ્સમાં સાયકલ લેન બનાવીશું અને દરેક શેરીના ખૂણા પર ઓર્ગેનિક સ્મોર્સબ્રેડ લાવીશું. ડેનમાર્કના લોકોએ કહ્યું કે ટ્રમ્પ હંમેશા કેલિફોર્નિયાની વિરુદ્ધ રહ્યા છે પરંતુ આ રાજ્ય ખરીદ્યા પછી, અમે તેને એક નવી ઓળખ આપીશું. ગ્રીનલેન્ડ ખરીદવાના ટ્રમ્પ્ના નિવેદન અંગે તાજેતરમાં જ લોકમત યોજાયો હતો. આમાં, લગભગ 85 ટકા લોકોએ અમેરિકા સાથે જવાનો ઇનકાર કર્યો. આ સર્વે ડેનિશ અખબાર બર્લિંગસ્કે વતી પોલસ્ટર વેરિયન દ્વારા કરવામાં આવ્યો છે, જે દશર્વિે છે કે માત્ર 6 ટકા લોકો અમેરિકા સાથે જવા માટે તૈયાર છે. તે જ સમયે, સર્વેમાં 9 ટકા લોકોએ અમેરિકા સાથે જવા અંગે પોતાનો અભિપ્રાય આપવાનો ઇનકાર કર્યો છે.
બરફથી ઢંકાયેલો એક નાનકડો દેશ ગ્રીનલેન્ડ 1953 સુધી ડેનમાર્કની વસાહત હતો. આ ટાપુ દેશ પર હજુ પણ ડેનમાર્કનું નિયંત્રણ છે પરંતુ 2009 થી ત્યાં અર્ધ-સ્વાયત્ત સરકાર છે. ગ્રીનલેન્ડ સરકાર સ્થાનિક નીતિઓ અને અન્ય બાબતો પર નિર્ણયો લે છે પરંતુ ડેનમાર્કને સંરક્ષણ અને વિદેશી બાબતો પર નિર્ણય લેવાનો અધિકાર છે. ગ્રીનલેન્ડને તેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે પરંતુ ગ્રીનલેન્ડના બહાને અમેરિકા સમગ્ર આર્કટિક ક્ષેત્રમાં પોતાનો હસ્તક્ષેપ વધારવા માંગે છે. આ હેતુ માટે તેમણે વારંવાર તેને અમેરિકામાં સમાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech