યુએસ ચૂંટણી 2024માં હવે કમલા હેરિસ યુએસ પ્રમુખપદની ચૂંટણી લડી રહી હોવાથી સ્પર્ધા રસપ્રદ બની ગઈ છે. કેટલાક સર્વેમાં કમલા હેરિસ આગળ છે તો કેટલાકમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે. તે જ સમયે સર્વેમાં પાછળ રહેવાના અહેવાલો વચ્ચે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે દાવો કર્યો હતો કે તેમના ચૂંટણી પ્રચારના અભિયાનને હેક કરવામાં આવ્યું છે.
ટ્રમ્પના ચૂંટણી પ્રચારના દસ્તાવેજો લીક
અમેરિકન સમાચાર એજન્સી પોલિટિકોએ શનિવારે ટ્રમ્પની ટીમને ટાંકીને કહ્યું કે કેમ્પેન હેક કરવામાં આવ્યું છે. AOL નો ઉપયોગ કરતા એકાઉન્ટમાંથી ઈમેઇલ મળ્યા બાદ આ દાવો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પ અભિયાનના કેટલાક ગુપ્ત દસ્તાવેજો હતા. એવું માનવામાં આવે છે કે આ દસ્તાવેજો લીક થયા હતા.
સ્પિયર ફિશિંગ ઇમેઇલ મોકલ્યો
ટ્રમ્પ કેમ્પેઈને માઈક્રોસોફ્ટ રિપોર્ટનું નામ આપતા પોલિટિકો દ્વારા આપવામાં આવેલી માહિતી શેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ હેકિંગ માટે અમેરિકાનો દુશ્મન જવાબદાર છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાની હેકર્સે જૂનમાં રાષ્ટ્રપતિની ઝુંબેશના વરિષ્ઠ અધિકારીને સ્પિયr ફિશિંગ ઈમેઇલ મોકલ્યો હતો.
જોકે માઈક્રોસોફ્ટ રિપોર્ટમાંએ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ઈમેઇલ દ્વારા કોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલિટિકોએ વધુમાં જણાવ્યું હતું કે તેણે હેકરની ઓળખની પુષ્ટિ કરી નથી અને આ કામ પાછળ કોણ છે તે જાણી શકાયુ નથી.
જેડી વેન્સની નબળાઈઓ પર રિપોર્ટ લીક
પોલિટિકોએ ટ્રમ્પ ઝુંબેશના વરિષ્ઠ અધિકારી પાસેથી ઈમેલ મળ્યાની જાણ કરી હતી. જેમાં ટ્રમ્પના સાથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ અને સેનેટર માર્કો રુબિયો પર 23 ફેબ્રુઆરીના રોજ સમાન દસ્તાવેજ પર સંશોધન ડોઝિયરનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech