અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા ૨૭ દિવસની બાળકી પર અત્યંત જટિલ સર્જરી કરીને તેને પીડામુક્ત કરવામાં આવી છે.
વધુ વાત કરીએ તો રાજસ્થાન નાં સુથારી કામ કરતા મુકેશ ભાઈનાં ઘરે પત્ની હોરાજ બેનનાં કૂખે ૨૭ દીવસ પહેલાં દિવાળી નાં પવિત્ર દિવસ ની શરૂઆત પહેલાં સામાન્ય પ્રસૂતિ થી એક લક્ષ્મી (બાળકી) નો જન્મ થયો .
બાળકી ત્રિશાનાં જન્મ ની શરૂઆત જ મુશ્કેલીઓ સાથે થઈ. જીવનના ત્રીજા દિવસથી જ તે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહી હતી. મુકેશ ભાઈ બાળકીને બાંસવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાંથી તેઓને સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રિફર કરવામાં આવ્યાં . જ્યાં ત્રિશાને તાજા જન્મેલા બાળકો માટેનાં આઈસીયુમાં ઓક્સિજન ઊપર રાખવામાં આવી. બાળકીનો સીટી સ્કેન કરતા તેને એક દુર્લભ જન્મજાત ખામી જેને બાયલેટરલ કોએનાલ એટ્રેસીયા ઍટલે કે બંને નાકનાં છીદ્રો પાછળનાં ભાગ થી બંધ હોવાનુ નિદાન થયુ.. આ એક દુર્લભ જન્મજાત ખામી છે જેમાં નાકના હાડકાનો વિકાસ અસામાન્ય થવાનાં કારણે નાકનો પાછળનો ભાગ બંધ થાય છે જેથી નાક દ્વારા શ્વાસ લઈ શકાતો નથી.
આશરે 8000 નવજાત શિશુઓમાંથી 1 બાળક માં આ ખામી થાય છે .
ત્રિશા ને વધુ સારવાર માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.
ડો. રાકેશ જોશી, એચઓડી, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને તબીબી અધિક્ષક અને ડો રમીલા (એસો પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા એન્ડોસ્કોપી અને ઈલેક્ટ્રોકોટરાઈઝેશન કરી સફળતાપૂર્વક વધારા નો ભાગ દુર કરી નાક નાં પાછળ ના ભાગ નો બંધ ભાગ ખુલ્લો કરવામા આવ્યો.
ડો રાકેશ જોષી એ વધુ માં જણાવ્યું હતું કે સામાન્ય રીતે નવજાત શીશુ ઓ જન્મબાદ માત્ર નાક વાટે જ શ્વાસ લેતા હોય છે. આથી જન્મજાત ખામી નાં કારણે નાક ના બન્ને પાછળ ના છીદ્રો બંધ હોય તેવી પરિસ્થતિમાં બાળક સતત રડતું રહે છે અને રડવા ના કારણે તે મોઢે થી શ્વાસ લેતું હોય છે. આથી જ્યાં સુધી આ ખામી દુર કરવા માં ન આવે ત્યાં સુધી બાળક રડતું રહે છે.
ઓપરેશન બાદ પછીની બાળકીને કોઈપણ જાતની તકલીફ ન રહેતા અને સંપૂર્ણ સ્વસ્થ જણાતા ડોકટરો દ્વારા રજા આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMસુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો આરોપી પીપરલામાંથી ઝડપાયો
May 19, 2025 04:24 PMવિદેશીદારૂની ૨૮૨ બોટલ સાથે મહુવાનો ‘નવલોહીયો’ ઝડપાયો, એક શખ્સ ફરાર
May 19, 2025 04:20 PMભુપગઢ ગામના લોકોને રાજકોટ CPને રજૂઆત
May 19, 2025 04:18 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech