નુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે

  • May 14, 2025 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબી બાતમીના આધારે ત્રાટકી : રાજકોટના શખ્સની સંડોવણી : ૫.૪૩ લાખનો મુદામાલ કબ્જે 

જામનગરના નુરી ચોકડી પાસે એલસીબીની ટુકડીએ બાતમી આધારે દરોડો પાડીને કારમાં ઇંગ્લીશ દા‚નો જથ્થો લઇને નીકળેલા ૩ શખ્સોને પકડી લીધા હતા જેમાં દા‚ આપનાર રાજકોટના શખ્સનું નામ ખુલ્યુ હતું પોલીસે શરાબની ૪૮ બોટલ, કાર મળી કુલ ૫.૪૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

રેન્જ આઇજી અશોકકુમારે પ્રોહીબશન તથા જુગારધારાના કેશો શોધી કાઢવા જણાવેલ જેથી જીલ્લા પોલસવડા પ્રેમસુખ ડેલુએ સુચના કરતા એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ મોરી, પીએસઆઇ કાંટેલીયા તથા સ્ટાફના માણસો શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમારને ખાનગી હકીકત આધારે શહેરમાં નુરી ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ સામે રોડ પર મહેશ ઉર્ફે રાજુ કનૈયાલાલ પંચવાણી રહે. ગુલાબનગર સાધુ વાસવાણી સોસાયટી બ્લોક ૮, ‚મ નં. ૨૧૦, તથા કરણ નારણ ચેલરામાણી રહે. ગુલાબનગર સાધુ વાસવાણી સોસાયટી બ્લોક ૧, ‚મ નં. ૩૦૨, કિશન રમેશ ભારદીયા રહે. દયાસાગર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨ લીમડા લાઇન જામનગરવાળાને કાર નં. જીજે૧આરપી-૪૪૪૭માં ઇંગ્લીશ દા‚ની ૪૮ બોટલ કિ. ૩૨૯૨૮ તથા ૩ મોબાઇલ કિ. ૧૧ હજાર તથા કાર કિ. ૫ લાખ મળી કુલ ૫.૪૩.૯૨૮ના મુદમાલા સાથે પકડી પાડી આરોપી વિરુઘ્ધ પો.કોન્સ સુમીતભાઇ શિયારએ ફરીયાદ રીપોર્ટ આપતા હેડ કોન્સ્ અરજણભાઇ કોડીયાતરે કાયદેસરની કાર્યવાહી કરી હતી દા‚નો જથ્થો આપનાર નારાયણ રહે. રાજકોટવાળાને ફરાર જાહેર કર્યો હતો.


તંબોલી ભવનની લોબીમાં પાના ટીંચતી સાત મહિલાની અટક
બાતમીના આધારે પોલીસનો દરોડો : ૧૭ હજારની મતા અને પત્તા કબ્જે

જામનગરના ખોડીયાર કોલોની તંબોલી ભવન બી વીંગ, ‚મ નં. ૩૦૯ની સામે લોબીમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતી મહિલાઓને રોકડ અને ગંજીપતા સાથે અટકાયતમાં લીધી હતી. 
શહેરના તંબોલી ભવનમાં બી વીંગની લોબીમાં કેટલીક મહિલાઓ તિનપતીનો જુગાર રમે છે એવી બાતમી આધારે સીટી-સી પોલીસે દરોડો પાડયો હતો, દરમ્યાનમાં જુગાર રમતી મહિલા કોલેજ પાસે ગીરીરાજ એપાર્ટમેન્ટમાં રહેતી ભાવનાબેન ભવ્યેશ વારીયા, તંબોલી ભવન બી/૩માં રહેતી જોશનાબેન પ્રવિણ કનખરા, પટેલ કોલોની ૮માં રહેતી જોશનાબેન વિજય મજીઠીયા, ધરારનગર-૨ના રોશનબેન અલ્તાફ બ્લોચ, ઇન્દીરા સોસાયટી-૭માં રહેતી ભાવનાબેન કિરીટ માલમ, રેખાબેન મનજી સોયગામા અને તંબોલી ભવન એ વીંગ ખાતે રહેતી રોશનબેન સુલતાન ખફીની અટકાયત કરી હતી.  દરોડા દરમ્યાન પોલીસે ૧૭૧૨૦ની રોકડ અને ગંજીપતા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application