રાજુલા નજીક એસટી બસ, સ્વિફ્ટ ર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, કારમાં સવાર ત્રણ લોકોના મોત, દીવ તરફથી આવી રહ્યા હતા

  • May 14, 2025 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ રોજ એક ગમખ્વાર અકસ્માત થઈ રહ્યો છે. ગઈકાલે કડી નજીક ભયાનક અકસમાતમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે આજે અમરેલીના રાજુલા પાસે એસટી બસ, સ્વિફ્ટ કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચરઘાણી નીકળી ગયો હતો અને અંદર સવાર ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતક તમામ લોકો પાદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ દીવ તરફથી આવી રહ્યા હતા.


મૃતકોના નામની યાદી

  1. દેવભાઈ મિતેશભાઈ સોની (રહે પાદરા જી. વડોદરા)
  2. જયભાઈ પટેલ (રહે પાદરા જી. વડોદરા)
  3. સુમુખભાઈ ગીરીશભાઈ ઠક્કર (રહે પાદરા જી. વડોદરા)


બાઈકચાલકને એસટી બસ પાછળ ઘૂસી જતા ઈજાગ્રસ્ત

બાઈકચાલક એસટી બસ પાછળ ઘૂસી જવાને કારણે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, રોંગ સાઈડથી આવતી સ્વિફ્ટ કાર ઊછળીને એસટી બસની સાઈડમાં આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો.


એસટી ડેપોના અધિકારીઓ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા

રાજુલા પોલીસ અને એસટી ડેપોના અધિકારીઓ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મારુતિ સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, જેનાથી અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થાય છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે. હાઈવે પર વાહનચાલકો માટે સુરક્ષાનાં પગલાં વધારવાની માગ ઊઠી રહી છે. આ અકસ્માતને લઈને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application