મૃતક યુવાનના બનેવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં રહેતા સતવારા જ્ઞાતિના બે યુવાનો (સાળા-બનેવી) સોમવારે રાત્રિના સમયે બાઈક પર દ્વારકા રોડ ઉપરથી એક ખાનગી કંપનીમાંથી નોકરી કરીને ખંભાળિયા પરત ફરી રહ્યા હતા. ત્યારે માર્ગમાં તેમના મોટરસાયકલ સાથે કોઈ જાનવર ટકરાતા આ મોટરસાયકલ સ્લીપ થઈ જવાના કારણે એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેની સાથે જઈ રહેલા તેમના બનેવીને પણ ગંભીર ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ કરુણ બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા શહેર નજીકની આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતો અતુલભાઈ મનજીભાઈ ચોપડા નામનો 24 વર્ષનો સતવારા યુવાન તેના બનેવી હાર્દિકભાઈને મોટરસાયકલ પર સાથે લઈને સોમવારે રાત્રે આશરે નવેક વાગ્યાના સમયે આ બંને યુવાનો પરત ફરી રહ્યા હતા. ત્યારે દ્વારકા - ખંભાળિયા તરફના ઓવરબ્રિજ પહેલા આવેલા એક પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી વખતે બાઈક ચાલક અતુલભાઈના વાહન સમયેકોઈ જનાવર નીકળતા તેમનું મોટરસાયકલ આ જનાવર સાથે ધડાકાભેર ટકરાયું હતું.
જેના કારણે સર્જાયેલા બાઈક અકસ્માતમાં અતુલ તથા હાર્દિકને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અતુલનું મૃત્યુ નીપજ્યાનું તબીબો જાહેર કર્યું હતું. જ્યારે હાર્દિકને પણ ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના ભાઈ જીજ્ઞેશભાઈ મનજીભાઈ ચોપડાની ફરિયાદ પરથી મૃતક યુવાન અતુલભાઈ ચોપડા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણ થતા સતવારા આગેવાનો તેમજ કાર્યકરોએ ઘટના સ્થળે તેમજ ઘવાયેલા યુવાનને જામનગર ખસેડવા માટે દોડી જઈને સહાયભૂત બન્યા હતા. આ બનાવે સતવારા સમાજમાં અરેરાટી પ્રસરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationNorth Macedonia Fire: ઉત્તર મૈસેડોનિયાના નાઈટક્લબમાં ભીષણ આગ, 51 લોકોના મોત અને 100 ઘાયલ
March 16, 2025 09:56 PMજૂની કાર ખરીદતા પહેલાં ચેતજો! 1 એપ્રિલથી નવા નિયમો લાગુ, નહીં તો ગેરકાયદેસર
March 16, 2025 09:52 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech