ભાણવડ પંથકમાં કરૂણાંતિકા: કુવામાં ટ્રેકટર ખાબકતા બાળકનું મૃત્યુ

  • May 24, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઢેબર ગામે રમતા-રમતા બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા બનાવ બન્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ભાણવડના ઢેબર ગામમાં વાડીમાં ટ્રેકટરમાં રમતા બાળકો ટ્રેક્ટર સાથે કૂવામાં ખાબક્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનમાં 11 વર્ષના એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકને સામાન્ય ઈજા પહોંચી છે. 11 વર્ષના ઈબ્રાહીમ હિંગોરાના મોતથી ગામમાં શોકમો માહોલ જોવા મળ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ઢેબર ગામમાં ખેતરમાં ટ્રેક્ટરમાં બાળકો રમતા હતાં. રમત રમતમાં બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું હતું. આ ટ્રેક્ટર સીધુ જ કૂવામાં ખાબક્યું હતું. બાળકો પણ ટ્રેક્ટર સાથે કૂવામાં ખાબક્યા હતાં. આ ઘટનામાં 11 વર્ષના ઈબ્રાહીમ હિંગોરા નામના બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકને સામાન્ય ઈજા પહોચી હતી.
આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ટ્રેક્ટર અને બાળકોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. 11 વર્ષના ઈબ્રાહીમ મામદ જુસબ હિંગોરા નામના બાળકનું મોત થતાં સમગ્ર ગામમાં શોક ફેલાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application