ડાર્ક ફિલ્મ-સીટબેલ્ટના ૧૯ કેસ કરાયા: રૂપિયા ૭,૮૦૦ નો દંડ વસૂલાયો
જામનગરમાં ગઈકાલે રવિવારે સાંજે ગુલાબ નગર પોલીસ ચોકી ની પોલીસ ટીમ દ્વારા અનેક ફોરવ્હીલ વાહનોને રોકીને સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ડાર્ક ફિલ્મવાળી કારને રોકીને દૂર કરાઈ હતી, ઉપરાંત સીટબેલ્ટ સહિતના કુલ ૧૯ કેસ કરાયા હતા, અને તેઓ પાસેથી રૂપિયા ૭,૮૦૦ નો દંડ વસુલાયો હતો.
ગુલાબ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી રાજ અને તેઓની ટીમ દ્વારા ગઈકાલે સાંજે સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આરટીઓના નિયમ ભંગ કરીને કેટલાક વાહન ચાલકો પોતાના વાહનમાં ડાર્ક લગાવીને ફરે છે, તે અંગે ચેકિંગ હાથ ધરી સંખ્યાબંધ વાહનોમાંથી સ્થળ પરજ ડાર્ક ફિલ્મ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત સીટબેલ્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ટ્રાફિક નિયમન ભંગ ના કુલ ૧૯ કેસ કરવામાં આવ્યા હતા અને તેઓ પાસેથી રૂપિયા ૭,૮૦૦ નો હાજર દંડ વસૂલ કરી લેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech