સિંહની વસ્તી ગણતરી પૂરી થઈ ગઈ છે અને હવે ચોમાસાની સિઝન માટે ઝળુંબી રહી છે ત્યારે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવકુમારે ક્લાસ વન અધિકારીઓથી માંડી સચિવ કક્ષાના ટોચના 50 જેટલા અધિકારીઓને બદલીના હુકમો કર્યા છે.
ગઈકાલે મોડી સાંજે કરવામાં આવેલા બદલીઓના આ હુકમમાં વન વિભાગના ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર, એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર, જોઈન્ટ એમડી અને ડેપ્યુટી કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ જેવા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બદલીઓના આ હુકમમાં સચિવ કક્ષાના 15 અને ડેપ્યુટી કન્જરવેટર ઓફ ફોરેસ્ટ કક્ષાના 35 જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે, રાજકોટના તુષાર પટેલની બદલી સુરેન્દ્રનગર કરવામાં આવી છે. બદલીઓના આ લિસ્ટમાં ભુજના ત્રણ અને સુરેન્દ્રનગરના બે અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. જુનાગઢના ટાસ્ક ફોર્સના મહિલા અધિકારીને અમરેલી ખાતે સોશિયલ ફોરેસ્ટ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચરાથી ખદખદતી રંગમતી નદી, અસહ્ય દુર્ગંધથી શહેરીજનો ત્રાહીમામ
May 29, 2025 04:44 PMજામનગરમાં સતત ત્રીજા દિવસે વાદળીયું વાતાવરણ: ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
May 29, 2025 04:37 PMજામનગરમાં બે વર્ષમાં ૧રપ૮ વાહન ભંગાર થયા
May 29, 2025 04:32 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech