શિવસેના શિંદેગુટ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં 8 નામો જાહેર કરવામાં આવ્યા છે. જો કે કલ્યાણ સીટનો કોઈ ઉલ્લેખ નથી, જ્યાં શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે સાંસદ છે, અને મુંબઈ નોર્થ વેસ્ટ સીટનો પણ કોઈ ઉલ્લેખ નથી, જ્યાંથી ગોવિંદા ચૂંટણી લડશે તેવું કહેવાય છે.
શિવસેના શિંદે જૂથે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 8 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં 7 ઉમેદવારો એવા છે જેઓ સીટીંગ સાંસદ છે. તેમનામાં ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. યાદીમાં કોલ્હાપુરથી સંજય મંડલિક અને શિરડીથી સદાશિવ લોખંડેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ સિવાય શિવસેના શિંદે જૂથ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દક્ષિણ મધ્ય મુંબઈથી રાહુલ શેવાળે, હિંગોલીમાં હેમંત પાટીલ, રામટેકથી રાજુ પારવે, માવલથી શ્રીરંગ બર્ને, બુલઢાણાથી પ્રતાપરાવ જાધવ, હાથકણંગલેથી ધૈર્યશીલ માનેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કલ્યાણ અને મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠકો માટે કોઈ ઉમેદવારની જાહેરાત નહી
શિવસેના શિંદે જૂથ દ્વારા જાહેર કરાયેલ 8 ઉમેદવારોની યાદીમાં કલ્યાણ અને મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠકો માટે કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જેમાં કલ્યાણ સીટ એવી છે કે જેના પર મુખ્યમંત્રી એક નાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે સાંસદ છે. આ સિવાય મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી યાદીમાં કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠક પરથી ફિલ્મ સ્ટાર ગોવિંદા ચૂંટણી લડશે તેવી ચર્ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વહેલી પરોઢે ગાજવીજ સાથે હળવુ ઝાપટુ વરસ્યુ
May 23, 2025 04:23 PMએક કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે સરતાનપરનો શખ્સ ઝડપાયો
May 23, 2025 04:20 PMજાહેરમાં ગંદકી કરનારા પાસેથી મહાપાલિકાએ વધુ ૪૩, ૮૫૦નો દંડ વસુલ્યો
May 23, 2025 04:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech