આઈઆરસીટીસીએ મુસાફરોના હિત માં આગોતરી જાહેરાત કરી છે કે આવતીકાલ તારીખ ૧૨ને મધરાતથી ૪.૫ કલાક સુધી રેલવે ટિકિટ બૂકિંગ અને કેન્સલેશન અમુક કલાકો બધં રહેશે.રેલવેએ પેસેન્જર સેવાઓને લઈને મોટું અપડેટ આપ્યું છે. તેની તરફથી કહેવામાં આવ્યું છે કે, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની સેવાઓ ૧૨–૧૩ એપ્રિલની વચ્ચે લગભગ સાડા ચાર કલાક સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન બુકિંગ અને કેન્સલેશન સહિત અનેક પ્રકારની સેવાઓ બધં રહેશે. અસુવિધાથી બચવા માટે રેલવેએ મુસાફરોને આ માહિતી આપી છે.એટલે કે આ સમયગાળા દરમિયાન કોઈ સુવિધા ઉપલબ્ધ થશે નહીં.
તેમાં રિઝર્વેશન, કેન્સલેશન, ચાટિગ, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ ઇન્કવાયરી (૧૩૯ પર કાઉન્ટર સાથે) ઇન્ટરનેટ બુકિંગ અને ઈડીઆર સેવાઓનો સમાવેશ થાય છે. આનું કારણ સ્ટેટિક અને ડાયનેમિક એકિટવિટી છે. લગભગ ૪.૩૦ કલાક સુધી સેવાઓ પ્રભાવિત થશે. આમાંથી કોઈ પણ સેવા ૧૨ એપ્રિલના રોજ ૧૧.૪૫ વાગ્યાથી ૧૩ એપ્રિલના રોજ સવારે ૪.૧૫ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે નહીં.રેલવેએ મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે આ માહિતી આપી છે. મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું કે, ૧૨–૧૩ એપ્રિલની વચ્ચે દિલ્હી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સેવા લગભગ સાડા ચાર કલાક માટે અસ્થાયી પે અનુપલબ્ધ રહેશે. જેના કારણે મુસાફરોને અનેક પ્રકારની સેવાઓ મળી શકશે નહીં
પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમના ફાયદા
– મુસાફરોને ઘરે બેઠા ટિકિટ બુક કરાવવાની સુવિધા મળે છે.
– ટિકિટ બુકિંગ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જર નથી.
– તે પ્રવાસીઓને તેમની મુસાફરીનું અગાઉથી આયોજન કરવામાં મદદ કરે છે.
– ટિકિટ બુકિંગ પ્રક્રિયા સરળ અને અનુકૂળ બને છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech