ભાવનગર ડિવિઝનના ત્રણ કર્મચારીઓને રેલવે કાર્ય પ્રણાલીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અઉછખ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (અઉછખ) હિમાઁશુ શર્માએ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા.
ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ રેલવેના વિવિધ વિભાગોમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ અને નિજી સહાયક એડીઆરએમ સતીષ જે. જોશી ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં ચેતન પરમાર (ડિવિઝનલ કોમર્શિયલ ઈન્સ્પેક્ટર), મહેશ એચ. સોલંકી (સામાન્ય સહાયક) અને વિપુલ કુમાર એન (સામાન્ય સહાયક) ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર અને અન્ય શાખા અધિકારીઓએ પણ તમામ પુરસ્કાર પ્રાપ્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીર શહીદોના સન્માનમાં દ્વારકા-ખંભાળીયામાં યોજાતી તિરંગા યાત્રા
May 19, 2025 11:43 AMરાજકોટ ડિવિઝનના ૬ રેલવે સ્ટેશનોનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
May 19, 2025 11:36 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech