ઉના શહેર અને તાલુકા તેમજ નવાબંદર વિસ્તારમા છેલ્લ ા ઘણા સમયથી યાગી નામની ગેંગ બનાવી લોકો ને ધાક, ધમકી મારા મારી કરી હથિયાર વડે હત્પમલો કરી સામાન્ય લોકોમાં ભય ફેલાવતી હતી અને તાજેતરમાં આ ગેંગના સાગરીતો દ્રારા ગુનો કર્યાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હોય આરોપીને પકડવા ગીર સોમનાથ જિલ્લ ાના પોલીસ વડા મનોહરસિહ જાડેજા અને ઉનાના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચોધરીની સૂચના આપી હોય જેના પગલે પીઆઇ મહેન્દ્રસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.પી.જાદવ, પીએસઆઇ પી.જી. જોશી, એએસઆઇ જોભા મકવાણા, પો. હેડ કોન્સ શાંતિભાઈ સોલંકી, વિજયભાઈ રામ, રવિસિંહ, નાનજીભાઈ સહિતના સ્ટાફે જુદી જુદી ટીમ બનાવી આરોપી મુખ્ય આરોપી યાજ્ઞિક ઉર્ફે નરેન્દ્ર ભીમાભાઈ બાંભણિયા યાગી નામની ગેંગ બનાવી લોકો ધાક ધમકી આપી ભય ફેલાવી નિર્દેાષ લોકોને હેરાન કરતો હોય તેને પકડવા કવાયત શ કરી હતી. જેમાં યાગી ગેંગના સભ્ય કીર્તિ રાજાભાઈ બાંભણિયા (ઉ.વ.૧૯, રે. કોબ તા. ઉના), મુખ્ય આરોપી યાજ્ઞિક ઉર્ફે નરેન્દ્ર ભીમાભાઇ બાંભણિયા (ઉ.વ.૨૩ રહે. કોબ), મિલન અરજણ ભાઈ બાંભણિયા (ઉં.વ.૧૮ રે. કોબ)વાળાને પકડી ઉના પોલીસ સ્ટેશનમાં લાવી ધરપકડ કરી હતી. પી.આઇ. રાણાએ જણાવેલ કે આ ગેંગના પકડાયેલ આરોપીઓ સામે ઉના, નવાબંદર, તલાલા, ગીર સોમનાથ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ૧૪ ગુનાઓ નોંધાયેલા છે. તમામ આરોપીઓને ઉના કોર્ટમા રિમાન્ડ માટે તજવીજ શ કરી છે અને પંથકમાં ગેંગ બનાવી લોકોને ધાક ધમકી આપતી ગેંગ ટોળકી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech