રાજકોટના નર્સિગ હોમમાં સારવાર માટે આવતી મહિલાઓના સીસીટીવી ફુટેજ યુ-ટયુબ પર વાયરલ કરનાર ત્રિપુટીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે પોલીસે સીસીટીવી ફુટેજ વેચીને રૂપિયા કમાવાનો કારસો કરનાર પ્રજ્જવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશને ઝડપી લીધા છે. તેમના મોબાઇલમાંથી સંખ્યાબંધ હોસ્પિટલ, મોલ, શોપ અને પાર્લરના ફુટેજ મળ્યા છે. પોલીસે હાલ ત્રણેયની પ્રાથમિક પૂછપરછ કરતા આવા વિડીઓ જોવા માટે વિકૃત લોકો રૂ. 800થી બે હજાર ચુકવતા હતા. ત્યારે હેકર દ્વારા સીસીટીવી હેક કરવામાં આવ્યા હતા તેમના આઇપી એડ્રેસ રોમાનીયા અને એટલાન્ટાના હોવાનું સામે આવ્યું છે. આજે આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી ઝીણવટભરી તપાસ માટે રિમાન્ડની માંગણી કરશે.
ટેલીગ્રામ ચેનલની લીંક મુકતા હતા
સાયબર સેલ અને ક્રાઇમ બ્રાન્ચની જુદી-જુદી ટીમોએ આ અંગે તપાસ શરૂ કરતા અભદ્ર વીડિયો વાઇરલ થયા તે યુ-ટ્યૂબ ચેનલો અને ટેલિગ્રામ ગ્રુપ મહારાષ્ટ્રના સાંગલી, લાતુર તેમજ યુપીના પ્રયાગરાજમાંથી ઓપરેટ થતા હોવાની વિગતો મળી હતી. જેને આધારે પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ અને તપાસ કરતા તેઓ યુટ્યુબ ચેનલ પર થોડો ભાગ મુકીને તેની સાથે ટેલીગ્રામ ચેનલની લીંક મુકતા હતા.
વીડિયો ખરીદવા માટે પહેલા ઓનલાઇન રૂપિયા જમા લેવાતા
આવા વીડિયો ખરીદવા માટે પહેલા ઓનલાઇન રૂપિયા જમા લેવામાં આવતા હતા. તેમજ હેકરના આઇપી એડ્રેસ રોમાનિયા અને એટલાન્ટાના હોવાનું સામે આવ્યું છે. જોકે સખ્યાબંધ લોકોએ આવા વીડિયો માટે રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કોઇ વીડિયો ડિલીટ કરાયા છે કે કેમ તેની તપાસ માટે સાયબર એક્સપર્ટસ પણ મદદ લીધી છે.
પાયલ મેટરનિટીને લેબર રૂમમાં સીસીટીવી રાખવા મુદ્દે નોટિસ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાઓના પ્રાઇવેટ પાર્ટના વીડિયો વાઇરલ કરવાની ઘટનામાં તંત્ર એક્શનમાં આવ્યું. રાજકોટ આરોગ્ય વિભાગના સીડીએચઓ સહિત 5 ડોક્ટરની ટીમની કમિટીએ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું. જેના 24 કલાક બાદ 20 ફેબ્રુઆરીએ નોટિસ આપી ત્રણ દિવસમાં ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે.
સરકારમાં રિપોર્ટ કરાશે
આ અંગે રાજકોટના મુખ્ય જિલ્લા અધિકારી ફૂલમાળીએ વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ એથિક્સમાં દરેક દર્દીની પ્રાઇવસી જાળવવાનો નિયમ છે. મેડિકલ સ્ટાન્ડર્ડ અને ગાઇડલાઇન મુજબ દરેક હોસ્પિટલમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ તેમજ પાર્કિંગમાં જ સીસીટીવી લગાવવા ફરજિયાત છે. ત્યારે પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી રાખવા મુદ્દે ખુલાસો આવ્યા બાદ કમિટી દ્વારા કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. તેમજ સરકારમાં રિપોર્ટ કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech