ગુજરાતમાં અવાર નવાર એરપોર્ટ, ફ્લાઈટ, હોટલ, સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે. ત્યારે હવે પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવો ઇ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ અંગેની જાણ થતા જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ પણ દોડી આવી છે. ઘટનાની ગંભીરતા લઈ કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે. હાલ કલેક્ટર કચેરીમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઇ-મેઇલ પોણા બે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
કલેક્ટર કચેરીની આસપાસની સુરક્ષા વધારવામાં આવી
જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા હતા. આ સાથે, કલેક્ટર કચેરીની આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે.
કલેક્ટર ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાઈ
આ ધમકીના પગલે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતા મોટી અનિચ્છનીય ઘટના ટળી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ ઇમેઇલના સ્ત્રોત અને તેની સત્યતા અંગે તપાસ કરી રહી છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
આ ઘટના અંગે જાણ પાટણના જિલ્લા પોલીસ અધિક્ષકને કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech