તંદુરસ્ત વાળ માટે વાળની નિયમિત રીતે સંભાળ લેવી ખૂબ જરૂરી છે. જેમ શેમ્પૂ કરતા પહેલા વાળમાં તેલ લગાવવું જરૂરી છે, તેવી જ રીતે શેમ્પૂ કર્યા પછી વાળને કન્ડિશનર કરવું જરૂરી છે. કંડિશનરનો ઉપયોગ વાળને હાઇડ્રેટ કરે છે અને તેને નરમ અને સિલ્કી બનાવે છે. કન્ડિશનરનો ઉપયોગ કરવાથી વાળ વધુ ગુંચવાતા નથી, જેના કારણે વાળ તૂટવાની શક્યતા પણ ઓછી રહે છે. જો કે કન્ડીશનીંગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જો વાળમાં કન્ડિશનર લગાવતી વખતે કેટલીક ભૂલો થઈ જાય તો તેનાથી પૂરો ફાયદો નથી મળતો અને ફાયદો થવાને બદલે નુકસાન પણ થઈ શકે છે. હેર કંડીશનરનો ઉપયોગ કરતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ?
માથાની ચામડી પર કન્ડિશનર ન લગાવો
કન્ડિશનરનો ઉપયોગ ફક્ત વાળને નરમ અને સિલ્કી બનાવવા માટે થાય છે, તેને માથાની ચામડી પર લગાવવાની જરૂર નથી. કન્ડિશનર વાળના મૂળથી છેડા સુધી લગભગ 5 થી 10 સેન્ટિમીટરના અંતરે લગાવવું જોઈએ. સ્કેલ્પ પર કંડીશનર લગાવવાથી ત્વચા તૈલી થઈ જાય છે અને તેનાથી વાળને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે.
કન્ડિશનર લગાવો અને તરત જ વાળ ધોઈ લો
જો વાળમાં કન્ડિશનર લગાવવાની અને તરત જ તેને પાણીથી ધોવાની ભૂલ કરો છો તો તેનાથી કોઈ ફાયદો નથી. વાળમાં કંડીશનર લગાવ્યા બાદ તેને લગભગ બે મિનિટ રહેવા દો અને પછી તેને સાદા પાણીથી ધોઈ લો અથવા કન્ડિશનરના પેકેટ પર લખેલી સૂચનાઓ અનુસાર વાળને કન્ડિશનર કરો.
કન્ડિશનરનું વધુ પ્રમાણ
કેટલાક લોકો વાળને વધુ સિલ્કી બનાવવા માટે વધુ માત્રામાં કન્ડિશનર લગાવે છે, પરંતુ આ ભૂલથી વાળ ધીરે ધીરે નબળા પડી શકે છે. વાળની જાડાઈ અને લંબાઈ પ્રમાણે કન્ડિશનરની માત્રા લો. તેવી જ રીતે કેટલાક લોકો વાળને કન્ડીશનીંગ કર્યા પછી ધોતા નથી. આ ભૂલને કારણે વાળ ખરવા લાગે છે અને વાળ સિલ્કીને બદલે બેજાન બની જાય છે.
કન્ડિશનર પસંદ કરતી વખતે સાવચેત રહો
બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ ઘણા પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી પેરાબેન અને એમોનિયા ફ્રી કન્ડિશનર પસંદ કરવાનો પ્રયાસ કરો. સુગંધવાળા કન્ડિશનરની જાળમાં ન પડો, તેના બદલે કુદરતી ઘટકોમાંથી બનેલા હર્બલ કંડિશનર પસંદ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech